‘આપ’ના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ, વાંચો ખાસ ન્યૂઝ

Posted By:
Subscribe to Oneindia News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા બાદ લખનઉમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર પોલીસ દ્વારા પાણીની છોળો છોડવામાં આવી હતી. અલ્હાબાદમાં ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગમાં ભ્રષ્ટાચારના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ગેંગરેપ પીડિતા મોત બાદ વિરોધ પ્રદર્શન

ગેંગરેપ પીડિતા મોત બાદ વિરોધ પ્રદર્શન

કોલકતામાં 16 વર્ષીય ગેંગ રેપ પીડિતાના મોત બાદ એઆઇડીડબલ્યુએના સભ્યો દ્વારા નવી દિલ્હીમાં બંગા ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાજપના કાર્યકર્તાઓ પર છોડાયુ પાણી

ભાજપના કાર્યકર્તાઓ પર છોડાયુ પાણી

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા બાદ લખનઉમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર પોલીસ દ્વારા પાણીની છોળો છોડવામાં આવી હતી.

હરદીપ પૂરી ભાજપમાં જોડાયા

હરદીપ પૂરી ભાજપમાં જોડાયા

નવી દિલ્હી ખાતે ભાજપમાં જોડાયા બાદ નિવૃત આઇએફએસ અધિકારી હરદીપ પૂરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે બેઠક કરી હતી.

ભારે હિમ વર્ષા બાદ ટ્રેન સેવા શરૂ

ભારે હિમ વર્ષા બાદ ટ્રેન સેવા શરૂ

બે દિવસની ભારે હિમ વર્ષા બાદ અનંતનાગ રેલવે સ્ટેશન પર રેલ સેવા શરૂ થઇ શકી હતી.

માલદિવના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે

માલદિવના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે

ભારતના પ્રવાસે આવેલા માલદિવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીન અબ્દુલ ગયૂમ સાથે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે બેઠક કરી હતી.

રણજીમાં 10 વિકેટ

રણજીમાં 10 વિકેટ

ગુવાહાટીમાં આસામ વિરુદ્ધ રમાયેલી રણજી ક્રિકેટમાં 10 વિકેટ મેળવનાર મહારાષ્ટ્રના બોલર અક્ષય ડારેકરને તેની ટીમના સાથીઓએ ઉચકી લીધો હતો.

‘આપ'ના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ

‘આપ'ના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ

અલ્હાબાદમાં ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગમાં ભ્રષ્ટાચારના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

English summary
Policeman resorting to lathicharge on students and AAP members during their protest against corruption in Uttar Pradesh Public Service Commission, in Allahabad on Thursday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.