For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પરિણામ સાથે આ હશે દિવસભરની રાજકિય ગતિવિધિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ડિસેમ્બરઃ- વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થતા જ દેશભરમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી થઇ જશે. આવું એટલા માટે છે, કારણ કે, આ છે 2014ની સેમીફાઇનલ. પરિણામોમાં પોત-પોતાની સરકાર બનાવવાના દાવા ઠોકી રહેલી તમામ પાર્ટીઓ વિશેષ તૈયારીઓ કરી ચૂકી છે.

bjp-cm-candidate-harsh-vardhan
દિલ્હીમાં નરેન્દ્ર મોદી
મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઇ ગઇ છે. એક્ઝિટ પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે. જેને ધ્યાનમાં રાખીને ભાજપે સંસદીય દળની બેટક બોલાવી છે, આ બેઠક દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં અથવા તો લાલ કૃષ્ણ અડવાણીના ઘર પર યોજાશે. બેઠક માટે બપોરે 12 વાગ્યે નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચશે. ડો. હર્ષવર્ધનના ઘરની બહાર મોટી માત્રામાં કાર્યકર્તાઓ પહોંચવાની તૈયાર કરી રહ્યાં છે. ભાજપનું મનોબળ વધ્યું છે અને આખી પાર્ટી જીતને લઇને આશ્વસ્ત છે.

ડો. રમણ સિંહ

છત્તીસગઢમાં ભલે કોંગ્રેસ સાથે જોરદાર ફાઇટની આશા રાખવામાં આવી રહી છે, પરંતુ ભાજપ સંપૂર્ણ જીત માટે આશ્વસ્ત છે. મુખ્યમંત્રી ડો. રમણ સિંહે મુખ્યમંત્રી પદના ત્રીજીવાર શપથ લેવાની તૈયારી કરી લીધી છે અને એ માટે તેણે પોતાના નવા પરિધાનો પણ લઇ લીધા છે.

અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે સવારે 7.30 વાગ્યે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે અમારી તમામ શક્તિ લગાવી દીધી છે, હવે પરિણામની રાહ જોવાઇ રહી છે.

English summary
political activities parallel to assembly election results
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X