• search

122 સીટો પર ફૂટબોલરથી માંડીને શૂટર, એક્ટરથી માંડીને પોલિટિશિયન

By Kumar Dushyant

નવી દિલ્હી, 16 એપ્રિલ: 17 એપ્રિલ એટલે કે ગુરૂવારે દેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા અને સૌથી મોટા ચરણનું આગાઝ થશે અને આ તબક્કો મોટા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો ઇવીએમમાં કેદ થઇ જશે. 17 એપ્રિલના રોજ યોજાનાર મતદાન દરમિયાન દેશના 12 રાજ્યોની 122 સીટો વોટ નાખવામાં આવશે.

પાંચમા તબક્કામાં શત્રુઘ્ન સિંહાથી માંડીને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા, ગોપીનાથ મુંડે, ભાજપના બાગી નેતા જસવંત સિંહ, કોંગ્રેસના નેતા અજિત જોગી, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, બાઇચુંગ ભૂટિયા અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ જેવા નામો પર જનતા પોતાનો ફેંસલો આપશે.

પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર મંગળવારે શાંત થઇ ગયો. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, જમ્મૂ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્વિમ બંગાળ, મણિપુર અને ઓરિસ્સામાં વોટ આપવામાં આવશે.

આ પાંચમા તબક્કો ઘણી પાર્ટીઓ માટે મહત્વપૂર્ણ છે અને ક્યાંક ને ક્યાંક આ તબક્કો પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે. 17 એપ્રિલ બાદ આગામી બે અઠવાડિયા એટલે 24 પેરિલ અને 30 એપ્રિલ પણ ઘણી મહત્વપૂર્ણ તારીખો છે. એવામાં દરેક રાજકીય પાર્ટીએ વોટરો વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માટે ચૂંટણી પ્રચાર માટે જોર લગાવી રહ્યાં છે.

ક્યાં કેટલી સીટો

ઉત્તર પ્રદેશ- 11 સીટો

મધ્ય પ્રદેશ- 10 સીટો

છત્તીસગઢ- 3 સીટો

બિહાર- 7 સીટો

ઝારખંડ- 6 સીટો

રાજસ્થાન- 20 સીટો

મહારાષ્ટ્ર- 19 સીટો

કર્ણાટક- 28 સીટો

ઓરિસ્સા- 11 સીટો

પશ્વિમ બંગાળ- 4 સીટો

જમ્મૂ- 1 સીટો

મણિપુર- 1 સીટ

ફૂટબોલના મેદાનથી ચૂંટણીના મેદાનમાં

ફૂટબોલના મેદાનથી ચૂંટણીના મેદાનમાં

દાર્જિલિંગથી તૃણમૂલ કોંગ્રેસે ભારતના સ્ટાર ફૂલબોલર બાઇચુંગ ભૂટિયાને ટિકીટ આપી છે. બાઇચુંગ ભૂટિયા દાર્જિંલિંગનો લોકપ્રિય ચહેરો છે અને તેમના સામે ભાજપના એસએસ આહલૂવાલિયા પડકાર ફેંકશે.

ચૂંટણીના માધ્યમથી સંસદ પર નિશાનો

ચૂંટણીના માધ્યમથી સંસદ પર નિશાનો

ઓલંમ્પિકમાં દેશને 40 વર્ષો બાદ શૂટિંગનું વ્યક્તિગત પદક અપાવનાર રાજ્યવર્ધન સિંહ રાઠોડ રાજસ્થાનની જયપુર ગ્રામીણ સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઇને રાજકારણમાં પગ મૂક્યો છે. જો કે તેમણે કોંગ્રેસના વરિષ્ઠના નેતા અને કેન્દ્રિય મંત્રી સીપી જોશી સાથે આકરી ટક્કર મળશે.

કર્ણાટકની 28 સીટો

કર્ણાટકની 28 સીટો

કર્ણાટકની 28 સીટો માટે પણ 17 એપ્રિલના રોજ મતદાન થશે. 17 એપ્રિલના રોજ જ્યારે અહીં વોટ નાખવામાં આવશે તો અનંત કુમાર પર પોતાનો જૂનો રેકોર્ડ બચાવવાનું દબાણ હશે.

અનંતના પ્રતિદ્વંદી

અનંતના પ્રતિદ્વંદી

દક્ષિણ બેંગ્લોરથી અનંત કુમારના પ્રતિદ્વંદી અને ઇન્ફોસિસના પૂર્વ ટેકી નંદન નીલેકણી પણ પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. વિશેષજ્ઞોનું માનીએ તો નંદન અનંતના સામે આકરી પડકાર રજૂ કરશે.

પટના સાહિબથી મહત્વપૂર્ણ ઉમેદવાર

પટના સાહિબથી મહત્વપૂર્ણ ઉમેદવાર

બિહારની જે 7 સીટો માટે મતદાન 17 એપ્રિલના રોજ થશે તેમાં પટના સાહિબની સીટ ઘણી મહત્વપૂર્ણ છે. આ સીટ પર સાંસદ અને બૉલીવુડના જાણિતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની કિસ્મત દાવ પર છે. વર્ષ 2009માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર અને ટેલિવિઝનના જાણિતા અભિનેતા શેખર સુમનને ત્રણ લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.

વિરાસતનું રાજકારણ

વિરાસતનું રાજકારણ

લાલૂ યાદવની પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર સીટ પરથી મુખ્ય ઉમેદવાર છે. મીસા સમક્ષ રામકૃપાલ યાદવ પડકાર ફેંકશે જેમને ક્યારેય રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના 'હનુમાન' ગણવામાં આવે છે. પાર્ટીથી નારાજ થઇને રામકૃપાલ ભાજપમાં સામેલ થઇ ગયા છે. રામકૃપાલ યાદવને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.

કર્ણાટકમાં ભાજપની સાખનો સવાલ

કર્ણાટકમાં ભાજપની સાખનો સવાલ

ભાજપ છોડીને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને પાર્ટીને શિમોગા સેટિકટ એટલા માટે આપી છે જેથી યેદુરપ્પા કર્ણાટકના વોટ પાર્ટીને અપાવી શકે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીંની 28માંથી 19 સીટો પ્રાપ્ત થઇ હતી. વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને મળેલી આકરી હાર અને એક્ઝિટ પોલના પરિણામો કર્ણાટકમાં ભાજપના પક્ષમાં નથી.

છત્તીસગઢની ત્રણ પર મતદાન

છત્તીસગઢની ત્રણ પર મતદાન

છત્તીસગઢની પછાત જનજાતિ મારવાહી સંસદીય વિસ્તારથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની કિસ્મત દાવ પર લાગેલી છે.

આદર્શ ગોટાળાના આરોપી

આદર્શ ગોટાળાના આરોપી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને આદર્શ ગોટાળાના આરોપી અશોક ચૌહાણ મહારાષ્ટ્રના નાંદેડથી કોંગ્રેસના ઉમેદવાર છે. અશોક ચૌહાણને જ્યારે કોંગ્રેસે ટિકીટ આપી હતી તો જોરદાર બખેડો થયો હતો કારણ કે કોંગ્રેસે દેશની જનતાને એ વાયદો કર્યો હતો કે તે આ વખતે કોઇ દાગી નેતાને લોકસભા ચૂંટણીની ટિકીટ નહી આપે.

પિતાની વિરાસત સંભાળતી પુત્રી

પિતાની વિરાસત સંભાળતી પુત્રી

એનસીપીના પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્ટ્રના બારામતીથી સાંસદ હતા અને ફરી એકવાર તે વિસ્તારથી પોતાની કિસ્મત અજમાવવા જઇ રહી છે. સુપ્રિયાએ વર્ષ 2009ની લોકસભા ચૂંટણી એક લાખથી વધુ વોટથી જીતી હતી. આ વખતે પણ લોકો તેમની જીત બારામતીથી પક્કી ગણાવે છે.

મહારાષ્ટ્રમાં ભાજપની આશા

મહારાષ્ટ્રમાં ભાજપની આશા

ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના લોકપ્રિય નેતા રહેલા પ્રમોદ મહાજનના સંબંધી ગોપીનાથ મુંડે આ વખતે આશા કરી રહ્યાં છે કે તે પોતાના સંસદીય વિસ્તાર બીડમાં જીત પ્રાપ્ત કરી, કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવવાની આશાઓને વધુ મજબૂતી આપી શકે.

શું ફરી બનશે ગૃહમંત્રી

શું ફરી બનશે ગૃહમંત્રી

વર્તમાન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રની શોલાપુર સંસદીય સીટ પરથી કોંગ્રેસના મોટા ઉમેદવાર છે. પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા પ્રકારના વિવાદોમાં ઘેરાયેલા સુશીલ કુમાર શિંદેને શું આ વખતે જીત પ્રાપ્ત થશે અને શું તે ફરીથી દેશના ગૃહમંત્રી બની શકશે આ તો 17 એપ્રિલ અને 16 મે પર નિર્ભર કરશે.

રાંચીથી કોંગ્રેસના ઉમેદવાર

રાંચીથી કોંગ્રેસના ઉમેદવાર

પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ગોટાળાના આરોપોમાં ઘેરાયેલ કોંગ્રેસ નેતા સુબોધ કાંત સહાય ઝારખંડની રાજધાની રાંચીથી કોંગ્રેસના ઉમેદવાર છે. જો કે આ વખતે રાજનૈતિક વિશેષજ્ઞોને તેમની જીત થોડી મુશ્કેલ ગણવામાં આવે છે.

ગુનાથી જીત પાકી

ગુનાથી જીત પાકી

કેન્દ્રિય મંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા માધવરાવસ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરની ગુના સંસદીય સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. ગુના એવો સંસદીય વિસ્તાર છે જ્યાંથી અત્યાર સુધી સિંધિયા ધરાનાને હાર મળી નથી. આ વખતે પણ જ્યોતિરાદિત્યની જીતને લોકો પાકી માની રહ્યાં છે.

સચિન પાયલોટ

સચિન પાયલોટ

વર્ષ 2009ની લોકસભા ચૂંટણી જીત્યાની સાથે જ હવે સચિન પાયલોટ ફરીથી અજમેર સીટ પરથી કિસ્મત અજમાવી રહ્યાં છે. સચિન પાયલોટને આશા છે કે આ વખતે પણ અજમેરની જનતા તેમને વોટ આપીને સંસદ સુધી પહોંચાડશે.

પેટ્રોલિયમ મંત્રીને જીતની આશા

પેટ્રોલિયમ મંત્રીને જીતની આશા

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી કર્ણાટકની ચિકબલ્લાપુરથી ઉમેદવાર છે. મોઇલીની સાથે જ કોંગ્રેસને આશા છે કે તે અહીં સરળતાથી જીત પ્રાપ્ત કરશે.

બાડમેરમાં જસવંત સિંહ

બાડમેરમાં જસવંત સિંહ

બાડમેરથી ભાજપના બાગી નેતા જસવંત સિંહ જે અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે, તેમની કિસ્મત દાવ લાગેલી છે. અહીંથી ભાજપે કોંગ્રેસના નેતા અને વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણી હારનાર કર્નલ સોનારામ ચૌધરીને ટિકીટ આપી છે.

રાજકીય ઇનિંગની શરૂઆતની આશા

રાજકીય ઇનિંગની શરૂઆતની આશા

પૂર્વ નાણા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા હજારીબાગ વિસ્તારથી ભાજપની ટિકીટ પર પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી લડશે. જયંતને આશા છે કે જનતા તેમને વધુમાં વધુ વોટ આપી સફળતા અપાવશે.

English summary
Many political biggies luck will be tested on 17th April polling when voters will cast their votes in 5th round voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more