For Quick Alerts
For Daily Alerts
અજીત પવારે રાજીનામુ આપતા મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી
મુંબઇ, 26 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજીત પવારે રાજીનામુ આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહત્વની બાબત એ છે કે મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામુ સ્વીકાર્યું નથી. બીજી તરફ એનસીપીમાં અજીત પવારના રાજીનામા મુદ્દે એનસીપીમાં બે મત ઉભા થયા છે.
મહત્વના ઘટનાક્રમમાં અજીત પવારના રાજીનામા બાદ એનસીપીએ નિર્ણય લીધો છે કે રાજ્ય સરકારમાં તેમના ક્વૉટામાંથી કોઇ નાયબ મુખ્ય મંત્રી નહીં બને. આ ઘોષણા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કરી છે. અજીત પવાર રાજ્યમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે.
અજીત પવારે પણ જણાવ્યું છે કે તેઓ ત્યાં સુધી કોઇ મંત્રી પદ ધારણ નહીં કરે જ્યાં સુધી કૌભાંડમાંથી તેમનું નામ દૂર નહીં થાય. અજીત પર આરોપ છે કે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન વિદર્ભમાં બંધના અનેક પ્રોજેક્ટ્સની પડતર કિંમત કોઇ પ્રકારના માપદંડ રાખ્યા ન હતા. તેમણે 3 મહિનામાં 32 યોજનાઓને લીલીઝંડી આપી હતી. નાયબ મુખ્ય મંત્રીના કૌભાંડોની પોલ ચીફ એન્જિનિયર વિજય પંઢારેએ ખોલી છે.
આ સાથે શરદ પવારના નિવેદનોની અવગણના કરીને અજીત પવારના મંત્રીઓએ પણ રાજીનામા આપી દેતા એનસીપીમાં અંદરો અંદર પક્ષ પડી ગયા હોવાનું પણ બહાર આવ્યું છે.