For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીના નિધન પર રાજનૈતિક હસ્તીઓ થયા દુખી, શાહ-રાજનાથ પ્રવાસ રદ્દ કર્યો

અરુણ જેટલીના નિધન પર રાજનૈતિક હસ્તીઓ થયા દુખી, શાહ-રાજનાથ પ્રવાસ રદ્દ કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું આજે 67 વર્ષની ઉંમરમાં નિધન થયું. ગત એક વર્ષથી સતત બીમાર ચાલી રહેલ જેટલીને 9 ઓગસ્ટે વધુ બીમાર થઈ જતાં હોસ્પિટલે એમ્સમાં દાખલ આવ્યા હતા, જ્યાં શનિવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા. જેટલીના મોત પર ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને તમામ બીજા નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. રાજનાથ સિંહ અને અમિત શાહે પોતાનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો છે. નાણા, રક્ષા, રેલ, કાનૂન જેવા કેટલાય મંત્રાલયોના મંત્રી અને દેશના વરિષ્ઠ વકીલ રહેલ જેટલીના પરિવારમાં પત્ની સંગીતા જેટલી અને બે બાળકો રોહન અને સોનાલી છે.

arun jaitley

પીએમ મોદીએ પોતાના મંત્રીમંડળના પૂર્વ સહયોગી જેટલીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે જેટલીની પત્ની અને દીકરી સાથે ફોન પર વાત કરી. પીએણ હાલ વિદેશ પ્રવાસ પર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જેટલીના નિધન પર દુખ જતાવ્યું છે, રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી લખ્યું, શ્રી અરુણ જેટલીના દેહાવસાનથી મને ભારે દુખ થયું છે. તેમણે દ્રઢતા અને ગરિમાથી પોતાની બીમારીનો સામનો કર્યો. એક પ્રખર વકીલ, અનુભવી સાંસદ અને ઉત્કૃષ્ટ મંત્રીના રૂપમાં તેમણે રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન પણ આપ્યું.

ગૃહમંત્રી અમિત શાહે જેટલીના નિધન બાદ કહ્યું કે તેમના માટે એક અંગત નુકસાન છે. તે મારા માટે પરિવારના સભ્ય જેવા હતા. શાહ હૈદારાબાદથી પોતાનો પ્રવાસ રદ્દ કરી પરત ફરી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જેટલીના નિધન પર દુખ વ્યક્ત કરતા પરિવાર પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે. શુક્રવારે લખનઉ ગયેલ સિંહ પણ કાર્યક્રમ રદ્દ કરી દદિલ્હી પરત ફરી રહ્યા છે.

રાજસ્થાનના મુખયમંત્રી અશોક ગેહલોતે જેટલીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે અને પરિવાર પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કર્યું, ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનું નિધન દુઃખદ. તેમણે ઉચ્ચ રાજનૈતિક મૂલ્યો અને આદર્શોને ખાતર સાર્વજનિક જીવનમાં ઉચ્ચ શિખરને પ્રાપ્ત કર્યું. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.

પૂરવ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે જેટલીના નિધન પર દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. સેહવાગે દિલ્હી ક્રિકેટ માટે તેમના રોલને પણ યાદ કર્યો છે. વીવીએસ લક્ષ્મણે પણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

<strong>અરુણ જેટલી પ્રોફાઈલઃ છાત્ર નેતા, દેશના સૌથી મોંઘા વકીલથી નાણામંત્રી સુધીની સફર</strong>અરુણ જેટલી પ્રોફાઈલઃ છાત્ર નેતા, દેશના સૌથી મોંઘા વકીલથી નાણામંત્રી સુધીની સફર

English summary
political figures sadden by Arun Jaitley's death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X