Political News : મોદીજી નારાજ થાય એવું કંઇ નહીં કરે મમતા દીદી, કોંગ્રેસ નેતાએ કર્યા શાબ્દિક પ્રહાર

Political News : કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે બંનેને વિચારશીલ વ્યક્તિત્વ ગણાવ્યા છે.

Political News : હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને લોકસભા 2024ની તૈયારી માનવામાં આવે છે. આ વચ્ચે વિપક્ષો એક જૂથ થવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. આવા સમયે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા છે.

Political News

અધીર રંજનને જણાવ્યું હતું કે, મમતા બેનર્જી અને મોદીજી બંને વચ્ચે એક અડરસ્ટેન્ડિગ છે. મમતાજી એવું કંઇપણ નહીં કરે, જેનાથી મોદીજી નારજ થઇ જાય.

કોંગ્રેસને બંગાળમાંથી હટાવી દેવી જોઈએ

કોંગ્રેસને બંગાળમાંથી હટાવી દેવી જોઈએ

અધીર રંજને જણાવ્યું હતું કે, જ્યારે મોદીજી કહે છે - ભારત 'કોંગ્રેસ મુક્ત', જે સામે મમતાજી પણ કહે છે કે, કોંગ્રેસને બંગાળમાંથી હટાવીદેવી જોઈએ. ઘણા લોકો ભારત જોડો યાત્રાની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ તે બંને ભારત જોડો યાત્રાને સમજી શકતા નથી. તેઓ 'મો-મો' છે.

મોદી અને મમતા વચ્ચે રાજકીય સમજૂતી

મોદી અને મમતા વચ્ચે રાજકીય સમજૂતી

આ પહેલા પણ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીએ સમજૂતી કરી હતી. અમિત શાહ અનેમુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેની તાજેતરની બેઠકનો ઉલ્લેખ કરતા ચૌધરીએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદી મમતા બેનર્જી સાથે સોદોકરવા માટે રાજ્યની મુલાકાતે છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાના સભ્યએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ બેનર્જી વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓની તપાસ ધીમીપડી જશે.

વંદે ભારતને લઈને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો

વંદે ભારતને લઈને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો

ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના પર ચૌધરીએ કટાક્ષ કરતાં કહ્યું કે, અમે ક્યારેયસાંભળ્યું નથી કે, કોઈ પીએમએ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હોય. હું રેલવે પ્રધાન પણ હતો, પરંતુ વડાપ્રધાન મનમોહન સિંહે કોઈ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યુંન હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X