For Quick Alerts
For Daily Alerts

હવે માહિતી અધિકારના કાયદા હેઠળ રાજનૈતિક પાર્ટીઓ પણ!
નવી દિલ્હી, 3 જૂન : મુખ્ય માહિતી કમિશ્નર સત્યાનંદ મિશ્રાએ એક ઐતિહાસિક નિર્ણય કરી દેશના દરેક રાજનૈતિક દળોને આરટીઆઇના કાયદા હેઠળ ગણાવી છે. આનો અર્થ એ છે કે રાજનૈતિક દળો સાથે જોડાયેલ કોઇપણ વ્યક્તિ આરટીઆઇ અંતર્ગત તેમની પાસેથી માહિતી મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે રાજનૈતિક દળોને આરટીઆઇના કાયદામાં લાવવાની માંગ લાંબા સમયથી થઇ રહી હતી, પરંતુ પાર્ટીઓનો તર્ક હતો કે તેમને દાન આપનારોની સંખ્યા લાખોમાં હોય છે, જેમનો રેકોર્ડ રાખવો સંભવ નથી. આમ પણ તે ટ્રસ્ટની જેમ રજિસ્ટર્ડ છે.
રાજનૈતિક દળોનો આ તર્ક મુખ્ય માહિતી કમિશ્નરે ફગાવી દીધો. કોંગ્રેસ પ્રવક્તા શકીલ અહેમદે આ મુદ્દા પર કહ્યું કે જે પણ હોય તે ચર્ચાની બાદ જ થાય. જે નિર્ણય સૌને મંજૂર હશે તેને લાગૂ કરી દેવામાં આવશે.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે આ સ્વાગતયોગ્ય નિર્ણય છે. અમારી પાર્ટી પહેલાથી જ આને લાગૂ કરેલ છે અને કોઇપણ આરટીઆઇ એપ્લીકેશનનો જવાબ આપવા માટે તૈયાર છે.
Comments
English summary
The Central Information Commission (CIC) has ruled today that the political parties come under the purview of section 2(h) of the Right to Information or RTI Act.
Story first published: Monday, June 3, 2013, 18:31 [IST]