For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં આચાર સંહિતા લાગુ, હોર્ડિંગ-બેનરો ઉખડી રહ્યા છે

ચૂંટણી આયોગ ઘ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી દેશમાં આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી આયોગ ઘ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી દેશમાં આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહીત આખા દેશમાં પ્રશાશન હરકતમાં આવી ચૂક્યું છે. ઘણી જગ્યાઓ પર લાગેલા પોસ્ટર, બેનર અને હોર્ડિંગ ઉખાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી: સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા, નહિ માનો તો એક્શન લેવાશે

અલગ અલગ જગ્યાઓથી ફોટો આવી રહી છે

અલગ અલગ જગ્યાઓથી ફોટો આવી રહી છે

ઉત્તરપ્રદેશની રાજધાની લખનવ, અયોધ્યા શહેરમાં લાગેલા હોર્ડિંગ-બેનરો અને પોસ્ટરોને હટાવવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. તેની સાથે ઉન્નાવમાં પણ પોસ્ટરો અને બેનરોને હટાવવાની તસવીરો સામે આવી છે. જયારે મધ્યપ્રદેશના ભોપાલમાં પણ રાજનૈતિક પાર્ટીઓના બેનરો હટાવવામાં આવ્યા છે.

ચાર તબક્કામાં ચૂંટણી થશે

ચાર તબક્કામાં ચૂંટણી થશે

ચૂંટણી પંચે 2019 ની લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. ચૂંટણી તારીખો જાહેરાત સાથે જ આચાર સંહિતા દેશમાં લાગુ થઇ ચુકી છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી આયોગે જણાવ્યું કે 10 લાખ પોલિંગ સ્ટેશન બાંધવામાં આવશે અને તમામ બૂથ પર Vivipat મશીન ઉપયોગ કરવામાં આવશે. 17 મી લોકસભાની ચૂંટણીમાં તારીખો જાહેર કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે સાત તબક્કામાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં કરવામાં આવશે. ચૂંટણીઓ દરમિયાન શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.

શુ હોય છે આચાર સંહિતા?

શુ હોય છે આચાર સંહિતા?

ભારતમાં ચૂંટણીની તારીખોની ઘોષણા સાથે, આચાર સંહિતાને અમલમાં મુકવામાં આવે છે. આ હેઠળ, સરકાર અને તમામ રાજકીય પક્ષો માટે કંઇક કરવાની અથવા ન કરવાની જોગવાઈ પહેલેથી જ સૂચિત છે. મોટી વાત પછી આચાર સંહિતા લાગુ થયા પછી સરકાર કોઈ પણ પ્રકારના નીતિગત નિર્ણય નથી લઇ શકતી. એટલું જ નહીં પરંતુ સરકાર કોઈ પણ પ્રકારના સરકારી સંસાશનનો ઉપયોગ ચૂંટણી કાર્યમાં નહીં કરી શકે.

English summary
Political posters removed after Model Code of Conduct imposed in country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X