• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્રણ દુશ્મનો વચ્ચે ફસાયું મુજફ્ફરનગર, મોતનું તાંડવ જારી

|

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જિલ્લામાં ગત 26 ઑગસ્ટે એક છેડછાડની ઘટનાએ એટલી મોટી આગનું રૂપ ધારણ કરી લીધું કે 26 લોકોની જિંદગી રમખાણની ભેટ ચઢી ગઇ. રસ્તા પર રમખાણકારો મારવા- કાપવા પર ઉતરેલા છે, તો રાજકિય લાભ ખાટવા રાજકારણીઓ મેદાને પડ્યાં છે. સાચું કહીંએ તો મુજફ્ફરનગર હાલના સમયે ત્રણ દુશ્મનો વચ્ચે ફસાયેલું છે. આ દુશ્મનો છે, સપા, બસપા અને ભાજપ. જી હાં, શહેરમાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે માટે યુપી પોલીસ પુરતી હતી, જો આ ત્રણ દુશ્મન એક થઇ જતા.

સીધી વાત કરીએ તો મુજફ્ફરનગરમાં સાંસદ બહુજન સમાજ પાર્ટીના છે, નામ છે કાદીર રાણા, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, નામ છે અશોક કુમાર કંસલ અને શાસન સપાનું છે, જેની કમાન અખિલેશ યાદવના હાથમાં છે. અફસોસની વાત એ છે કે, આવા સમયે જ્યારે નેતાઓએ ગંગા-જમના સંસ્કૃતિનો સંદેશો લઇને જનતા વચ્ચે જવું જોઇતું હતું, ત્યારે આ એકબીજા પર કાદવ ઉછાળી રહ્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપાઇ કહે છે કે, અખિલેશને મુખ્યમંત્રી પદે રહેવાનો કોઇ હક નથી, બીજી તરફ બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી યુપીમાં જંગલ રાજ હોવાની વાતો કરી રહ્યાં છે.

કેટલા હિન્દુ, કેટલા મુસ્લિમ

મોગલ શાસક શાહ જ્હાંના કાર્યકાળમાં 1633માં સૈયદ મુનવ્વર લશ્કર અલી દ્વારા સ્થાપિત કરવામાં આવેલું મુજફ્ફરનગર એક મોટું ઔદ્યોગિક શહેર છે. 201 સેંસસ અનુસાર શહેરની જનસંખ્યા 494,792 છે, જેમાં 12.2 ટકા તો હજુ બાળકો છે. જેમાં 64 ટકા હિન્દુ છે અને 26.5 ટકા મુસ્લિમ બાકી શીખ, ઇસાઇ અને જૈન ધર્મના છે. ખાસ વાત એ છે કે મુજફ્ફરનગર સાક્ષર લોકોનું શહેર માનવામાં આવે છે, અહીં પુરુષોનો સાક્ષર દર 85.82 ટકા છે, જ્યારે મહિલાઓમાં 75.65 ટકા છે.

શા માટે મહત્વપૂર્ણ છે મુજફ્ફરનગર

આ શહેર શા માટે મહત્વપૂર્ણ છે, તેને અંદાજો તમે એ વાતથી જ લગાવી શકો છો કે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ખાંડ અને ગોળનું ઉત્પાદન અહીં જ થાય છે. અહીં 11 સુગર મીલ છે. અહીના 40 ટકા લોકો કૃષિ સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે, ઉત્તર પ્રદેશના નક્શા પર મુજફ્ફરનગરનો કૃષિ વિકાસ દર સૌથી વધારે છે. આ શહેરમાં યુપીનો સૌથી મોટો અન્ન ભંડાર પણ છે. આ શહેર સ્ટીલ ઉદ્યોગ માટે પણ જાણીતો છે. સ્ટીલ અને લોખંડનો સામાન બનાવીને દેશભરમાં સપ્લાય કરવામાં આવે છે.

આટલું બધું હોવા છતાં પણ અહીં વિદેશી રોકાણ ઘણું ઓછું છે. આ કારણ છે કે, આ શહેર આર્થિક સંપન્નતાના મામલે થોડુંક પાછળ રહી જાય છે. સાચું કહીંએ તો આ શહેર હંમેશા રાજકારણનો શિકાર થયું છે. જે પણ નેતા અહીં આવે છે, તે પોતે સંપન્ન થાય છે, પરંતુ શહેરને સંપન્ન થવા દેવામાં આવતું નથી, પરંતુ તેમ છતાં અહીંના લોકોની આકરી મહેનતથી મુજફ્ફરનગરના કારણે પશ્ચિમી ઉત્તર પ્રદેશની દુનિયાના સૌથી મોટા ખાંડ ઉત્પાદન બેલ્ટ તરીકે પ્રસિદ્ધ છે.

દેખતા જ ગોળી મારવાનો આદેશ

દેખતા જ ગોળી મારવાનો આદેશ

શહેરના અનેક વિસ્તારોમાં રમખાણકારોને દેખતાની સાથે ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ હકિકત એ છે કે સેનાની હાજરી હોવા છતાં પણ હાલાત તણાવપૂર્ણ છે.

મૃતકોની સંખ્યા વધી

મૃતકોની સંખ્યા વધી

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જિલ્લામાં ભડકેલી હિંસામાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, પોલીસ અધિકારીઓ અનુસાર અત્યારસુધી 26 લોકોના મોત નીપજ્યાં છે અને 40 લોકોને ઇજા પહોંચી છે શાસને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી હિંસા રોકવા માટે સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે. ત્રણ થાણા ક્ષેત્રોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે.

અત્યારસુધી 26 લોકોના મોત

અત્યારસુધી 26 લોકોના મોત

તમામ વિસ્તારોમાં વણસેલી સ્થિતિને કાબૂમાં કરવા પહોચેલા અતિરિક્ત પોલીસ મહાનિદેશક(કાયદો-વ્યવસ્થા) અરૂણ કુમારે કહ્યું કે, હિંસામાં અત્યારસુધીમાં 26 લોકોના મોત નીપજ્યાં છે અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અને સેના સ્થિતિને નિયંત્રિત કરવામાં લાગેલી છે. મોટાભાગના વિસ્તારોમાં હિંસાને કાબૂમાં કરી લેવામાં આવી છે અને બાકીના સ્થાનો પર ટૂંક સમમાં સ્થિતિને કાબૂમાં કરી લેવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારોમાં હિંસા

ગ્રામીણ વિસ્તારોમાં હિંસા

ગ્રામીણ વિસ્તારોમાં હિંસા ફેલાવાના કારણે કાર્યવાહી કરવામાં સમસ્યા થઇ રહી છે, પરંતુ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે કે, ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઇ જશે. છ ગામોમાં હિંસા ફેલાયેલી છે. તેમણે કહ્યું કે, મહાપંચાયત આયોજિત કરનારા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.

સેનાની મદદ લેવામાં આવી

સેનાની મદદ લેવામાં આવી

હિંસા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સુધી ફેલાઇ ચૂકી છે અને તેથી સેનાની મદદ લેવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં સેનાના જવાનોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લાના સિસૌલી, શાહપુર, બાનિગ, કાલાપાર અને બારાતાલાબમાં હિંસા ફેલાયેલી છે.

ભારે પોલીસબલ તેનાત

ભારે પોલીસબલ તેનાત

હિંસાને ધ્યાનમાં રાખીને 30 પોલીસ અધિક્ષકો, 18 વરિષ્ઠ પોલીસ અધિક્ષકો, 23 પોલીસ ઉપાઘિક્ષકોને તેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 119 નિરીક્ષકો અને ઉપનિરીક્ષકો તથા 300 પોલીસ કર્મીઓને અલગ-અલગ સ્થળો પર તેનાત કરવામાં આવ્યા છે.

રેપિડ એક્શન ફોર્સ

રેપિડ એક્શન ફોર્સ

રેપિડ એક્શન ફોર્સની આઠ કંનપીઓ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની 17, ભારત-તિબેટ સીમા પોલીસ દળની ચાર કંપનીઓને અલગ-અલગ સ્થળ પર તેનાત કરવામાં આવી છે. જિલ્લાના ત્રણ થાનાક્ષેત્રો, સિવિલ લાઇન, કોતવાલી અને નવી મંડીમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.

ટોળા પર પથ્થરમારો

ટોળા પર પથ્થરમારો

શનિવારે આહૂત મહાપંચાયત બાદ પરત ફરી રહેલા ટોળા પર શરારતી તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યા બાદ જિલ્લામાં હિંસા ભડકી ઉઠી છે. હિંસા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઇ ગઇ.

26 ઑગસ્ટે થઇ શરૂઆત

26 ઑગસ્ટે થઇ શરૂઆત

મુજફ્ફરનગરમાં 26 ઑગસ્ટે છેડછાડની ઘટના બાદ ભડેકલી હિંસામાં ત્રણ લોકોના મોત નીપજ્યા. આ ઘટનાને લઇને શનિવારે મહાપંચાયત બોલાવવામાં આવી હતી.

English summary
Industrial city of Uttar Pradesh, Muzaffarnagar is burning in riots. The main cause of failure is political unfriendliness in the district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more