ટિકિટ મેળવવા ભાજપ નેતા કરતો હતો દિકરીના શરીરનો સોદો

ગાઝિયાબાદ, 24 માર્ચ: આને રાજકારણ કહીશું કે રાજ 'નીતિ' પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જે કંઇપણ બન્યું તે ખરેખર શરમજનક અને ચોંકાવનારું છે. ગાઝિયાબાદના સાહિબાબાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ધર્મવીરની તેમના જ જમાઇએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. પોલીસે હત્યારા જમાઇની ધરપકડ કરી લીધી છે. જમાઇએ હત્યા પાછળ જે કારણ આપ્યું છે તેને જાણીને આપના હોંશ ઊડી જશે. હત્યારા જમાઇએ પોલીસને જણાવ્યું કે ધર્મવીર ભારતી પોતાની દિકરીને અન્ય સિનિયર નેતાઓની સાથે સુવાની ફરજ પાડતો હતો.

અત્રે નોંધનીય છે કે ગાઝિયાબાદના સાહિબાબાદના રહેનાર ધર્મવીર ચૌધરી પાર્ટીના વોર્ડ અધ્યક્ષ પણ હતા. પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર જમાઇનું નામ સુનીલ છે અને તે ધર્મવીર ચૌધરીને ગોળી મારીને સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું. સાહિબાબાદ પોલીસ સ્ટેશનના એસએચઓએ ફોન પર જણાવ્યું કે સુનીલના લગ્ન 18 વર્ષ પહેલા ધર્મવીર ચૌધરીની દિકરી સાથે થયા હતા. સુનીલે પૂછપરછમાં જણાવ્યું કે છેલ્લા 8 મહિનાથી મારી પત્ની મારી સાથે નહીં રહેતા તેના પિતાના ઘરે રહેતી હતી.

prostitution
સુનીલે જણાવ્યું કે ધર્મવીર ચૌધરીએ મારી પત્નીને જબરદસ્તી પોતાના ઘરમાં ગોંધી રાખી હતી. સુનીલે જણાવ્યું કે ચૌધરી પાર્ટી તરફથી ટિકિટ મેળવવાની લાલચમાં નેતાઓને પોતાની દિકરી અને મારી પત્નીને તેમના ઘરે ગંદા કામ માટે મોકલ્યા કરતો હતો. વિસ્તારમાં વગ ધરાવવાના કારણે તેમની સામે કોઇ ખુલીને અવાજ ઉઠાવી શકતું ન્હોતું. મારા સસરાના આ કૃત્યના કારણે હું ખૂબ જ પરેશાન થઇ ગયો હતો, આ જ કારણે મે આજે તેને ગોળી મારી દીધી. પોલીસે જણાવ્યું કે સુનીલને 4 દિકરીઓ અને 2 દિકરા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X