Poll Of Exit Polls 2023 : પાંચ રાજ્યોમાં કોની સરકાર? જાણો શું કહે છે પોલ ઓફ પોલ્સ?
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. આ પહેલા સર્વે એજન્સીઓએ પોતપોતાના એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. આ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
એક્ઝિટ પોલમાં 5 માંથી 2 રાજ્યોમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ સ્થિતિમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તે પોલ ઓફ પોલમાં જાણો.

પોલ ઓફ પોલ્સ અનુસાર, મધ્યપ્રદેશમાં બીજેપી 124 બેઠકો સાથે જીતશે, જ્યારે કોંગ્રેસને 102 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. તેલંગાણામાં કોંગ્રેસ 62 બેઠકો સાથે સરકાર બનાવશે અને સત્તાધારી BRSને 44 બેઠકો મળી શકે છે.
છત્તીસગઢમાં પણ કોંગ્રેસ સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. કોંગ્રેસને કુલ 90 બેઠકોમાંથી 49 બેઠકો મળી શકે છે. જ્યારે બીજેપીને 38 બેઠકો મળવાની આશા છે. અન્યને ત્રણ બેઠકો મળી શકે છે.
રાજસ્થાનમાં 30 વર્ષ જૂનો ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે અને બીજેપી 104 બેઠકો સાથે સત્તામાં આવી શકે છે. અહીં કોંગ્રેસને 85 સીટો મળી શકે છે.
મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે. સત્તાધારી MNFને 14 અને ZPMને 17 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ રાજ્યમાં ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે અને 7 બેઠકો જીતવાની આશા છે. પોલ ઓફ પોલ દર્શાવે છે કે અહીં બીજેપીને 1 સીટ મળશે.












Click it and Unblock the Notifications
