For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં બે પ્રકારની વિચારધાર 1 કોંગ્રેસની અને બીજી વિપક્ષની: રાહુલ ગાંધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાજસ્થાન, 17 સપ્ટેમ્બર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રાજસ્થાનના બાંરામાં મનમૂકીને વિપક્ષ પર ગજર્યા હતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના બાંરા જિલ્લામાં આયોજિત વિશાળ રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રભારી મહાસચિવ ગુરૂદાસ કામત, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. ચંદ્રભાન, મુખ્યમંત્રી અશોક ગેહલોત, સીપી જોશી તથા કેન્દ્રિયકક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજસ્થાનના બાંરામાં રેલીને સંબોધિત કરતાં રાહુલ ગાંધી મહિલાઓને દેશની શક્તિ ગણાવી હતી. રાહુલ ગાંધીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે વિપક્ષ ફક્ત અમીરોની વાત કરે છે અને અમે ગરીબોની વાત કરીએ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજકારણમાં બે પ્રકારની વિચારસણી કામ કરી રહી છે એક કોંગ્રેસ અને બીજી ભાજપ.

rahul-gandhi

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'વિપક્ષ ગરીબોના સપનાં પુરા કરવા દેતી નથી. અમે ઇચ્છીએ છીએ કે ગરીબોના સપનાં પુરા થાય. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં રાજ્યનો વિકાસ થયો છે. રાજસ્થાનમાં વિજળી ઉત્પાદન વધ્યું છે. રાહુલ ગાંધીએ જમીન અધિગ્રહણ બીલ પર પોતાનો વિચાર મૂક્યો હતો. તેમને કહ્યું હતું કે આ બિલથી ખેડૂતોને તેમની જમીનના યોગ્ય લાભ મળશે.

કોંગ્રેસ સામાન્ય લોકોના પેટ ભરવાની વાત કરે છે. કોંગ્રેસે અડધી રોટલી ખાઇશુ કોંગ્રેસને પાછી લાવીશુંનું સૂત્ર બદલ્યું છે, હવે ભરપેટ રોટલી ખાઇશું અને કોંગ્રેસ ફરી પાછી લાઇશુંનું સૂત્ર આપ્યું છે. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં મફત દવા આપવાની જાહેરાત કરી હતી. આ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અમે ફક્ત ભાષણ નથી કરતાં જે પણ કહીએ છીએ તે કરી બતાવીએ છીએ.

English summary
Congress Vice-President Rahul Gandhi on Tuesday reached out to the poorer sections of society, and urged them to see bigger dreams for the betterment of the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X