For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાકરે બાદ શિવસેનાના વારસ કોણ?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 નવેમ્બરઃશનિવારે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના નિધન બાદ એક પ્રશ્ન બધાના હૃદયમાં ઉદભવી રહ્યો છે કે આખરે હવે ઠાકરે બાદ શિવસેનાની કમાન કોના હાથમાં આવશે? કારણ કે બાળ ઠાકરેએ કોઇને પણ પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો નથી.

પરંતુ લોક ચર્ચા એવી છે કે શિવસેનાની કમાન તેમના ભત્રીજા રાજ ઠાકરેના હાથમાં જશે કારણ કે, રાજ ઠાકરેમાં એ ક્ષમતા છે જે બાળ ઠાકરેમાં હતી. તેથી વિશ્વને અલવિદા કહેતા પહેલા બાળ ઠાકરેએ તેમના રિસાયેલા ભત્રીજાને મનાવી લીધા હતા.

bal-thackeray-wwaves
બધાને ખબર છે કે હિન્દુત્વને જીવંત રાખવા માટે બાળ ઠાકરેએ ક્યારેય બાંધછોડ કરી નથી, તેમને ખબર હતી કે દિલથી ક્યારે અને દિમાગથી ક્યારે કામ કરવાનું છે. હવે લાંબુ જીવન નથી એ વાત કદાચ તે પહેલેથી જ જાણી ગયા હતા અને પોતાના પુત્ર ઉદ્ધવ ઠાકરેની બીમારીએ પણ તેમને હચમચાવી નાંખ્યા હતા એટલે જ તો કદાચ રાજને પોતાની પાસે પરત બોલાવવાનું એ એક મોટું કારણ હોય.

તેથી લોકોને અચરજ ના હોવો જોઇએ જો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક થઇ જાય તો, કારણ કે બાળ ઠાકરેનો ઉદ્દેશ હમેંશા એ જ રહ્યો છે કે કોંગ્રેસને સત્તામાં આવવા ના દે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે મનસે અને શિવસેના એક થઇ જાય, તેથી એ બની શકે કે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેની ખુરશી પર રાજ ઠાકરે જ બેસે.

નોંધનીય છે કે વર્ષ 2006માં રાજ ઠાકરેએ મનસેની રચના માત્ર એટલા માટે કરી હતી કારણ કે બાળ ઠાકરેએ રાજના બદલે ઉદ્ધવને મહત્વ આપ્યું, જ્યારે રાજની લોકપ્રિયતા ઉદ્ધવ કરતા વધારે રહી છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X