For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિણામ પહેલા કોંગ્રેસ મંત્રીઓના સ્વાગત માટે પોસ્ટરો લાગ્યા

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ આવવામાં હવે 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી છે. મતદાન પછી એક્ઝીટ પોલ પર નજર કરવામાં આવે તો કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ આવવામાં હવે 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી છે. મતદાન પછી એક્ઝીટ પોલ પર નજર કરવામાં આવે તો કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ 15 વર્ષ પછી ફરી સત્તામાં આવે તેની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. એક્ઝીટ પોલના આ આંકડાથી ઉત્સાહિત કોંગ્રેસ પાર્ટીના ભોપાલ કાર્યાલય બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે.

madhya pradesh

આ પોસ્ટરમાં મધ્યપ્રદેશની જનતા અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એવું લખવામાં આવ્યું છે કે, 'કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર નું અભિનંદન', બીજું પણ એક પોસ્ટર બતાવવામાં આવ્યું છે. જેમાં ભાવિ મંત્રીઓ અને વિધાયકોનું અભિનંદન કરવામાં આવ્યું છે. ખરેખર મતગણના પછી કોંગ્રેસ પાર્ટી ઘ્વારા બધા જ ઉમેદવારોની એક બેઠક બોલાવવામાં આવી હતી ત્યારપછી જ આ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યો છે.

madhya pradesh

કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવરનું નામ જાહેર કર્યું ના હતું. જ્યોતિરાદિત્ય સિંધ્યા સહીત કમલનાથે પણ એવું જ કહ્યું હતું કે તેનો નિર્ણય પરિણામ પછી કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન પછી કમલનાથે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી 140 કરતા પણ વધારે સીટો પર જીત નોંધાવીને સરકાર બનાવશે.

આ પણ વાંચો: પતિ કરતા પૈસાદાર છે આ નેતાઓની પત્ની, જાણો કેટલી છે સંપત્તિ

English summary
poster outside bhopal congress office, already declared victory in assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X