હિંદુ રક્ષા સેનાઃ ‘પહેલા મોદીજી નહોતા પહેરતા મુસ્લિમ ટોપી, હવે તેમના ખોળામાં જઈ બેઠા'

હિંદુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

હિંદુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેક્યુલર થઈ ગયા છે. તેમણે કહ્યુ કે પહેલા તે ટોપી ન પહેરવાથી ફેમસ થયા અને તેમના ખોળામાં જઈને બેસી ગયા છે.

hindu raksha sena

હિંદુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજ બુધવારે ગ્રેટર નોઈડા પહોંચ્યા. મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે કહ્યુ કે સરકાર તરત જ રામ મંદિરનું નિર્માણ કાર્ય પ્રારંભ કરે. નિર્માણ માટે કોર્ટના આદેશની કોઈ જરૂર નથી. તેમણે કહ્યુ કે 2018 માં જ રામ મંદિર બનાવવામાં આવે. વળી, બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે યોગીને જ દેશના પ્રધાનમંત્રી બનાવવા જોઈએ.

તેમણે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યુ કે આવા જ બીજા જે નામ છે તેને પણ બદલવા જોઈએ. તેમણે કહ્યુ કે અલીગઢનું નામ હરિગઢ કરી દેવુ જોઈએ. મુઝફ્ફરનગરનું નામ લક્ષ્મીનગર કરી દેવુ જોઈએ. વળી, તેમણે કહ્યું કે ભારતમાં બધા હિંદુ છે. બધા રામ અને કૃષ્ણના વંશજ છે. કહ્યુ કે જો રામને કોઈ પોતાનું નથી માનતુ તો તેને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મહામંડલેશ્વરે કહ્યુ કે બધાને રામને પોતાના બાપ માનવા પડશે. નહિ માને તો તેને તેની જ ભાષામાં પાઠ ભણાવવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ કે આ દેશમાં હિંદુઓનું સાંભળનાર કોઈ નથી એટલા માટે હિંદુ રક્ષા દળની રચના કરવામાં આવી છે. બધા હિંદુ સંગઠન હવે સેક્યુલર થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X