For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ryan School : બે અધિકારીઓની ધરપકડ, એસએચઓ સસ્પેન્ડ

રાયન ઇન્ટરનેશન સ્કૂલમાં પ્રદ્યૂમ્ન હત્યા કેસમાં પોલીસે વધુ બે લોકોની ધરપકડ કરી છે. સાથે જ બાળકના પિતાએ સુપ્રિમ કોર્ટમાં જઇ આ અંગે સીબીઆઇ તપાસની માંગણી કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુરુગ્રામ સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના ટોયલેટમાં ગત શુક્રવારે બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પ્રદ્યુમ્નની લાશ મળ્યા પછી હરિયાણા પોલીસે બસ કંડક્ટરની ધરપકડ કર્યા પછી. ગુરુગ્રામ પોલીસ કમિશ્નરે એસએચઓને સસ્પેન્ડ કર્યા છે અને તપાસને ઝડપી કરવાની વાત જણાવી હતી. સાથે જ આ કેસમાં રાયન સ્કૂલના કો ઓર્ડિનેટર જે ઇથ અને મેનેજમેન્ટના ફ્રાંસિસ થોમસની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મામલે પ્રદ્યમ્નના પિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને સીબીઆઇ તપાસની માંગણી કરી છે. જિલ્લા પ્રસાશને પણ ગઠિત કરેલી ત્રણ સદસ્યની બેઠકમાં સ્કૂલમાં કાયદીય રીતે અને દસ્તાવેજી રીતે અનેક ભૂલો સામે આવી છે.

Pradyumna Murder case

ઉલ્લેખનીય છે કે કાલે ગુડગાંવ પોલીસે સ્કૂલ મેનેજમેન્ટની વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ધારા 75 હેઠળ કેસ દાખલ કર્યો છે. નોંધનીય છે કે આ ઘટનાનો વિરોધ કરી રહેલા વાલીઓ પર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ વિવાદ વધતા પૂર્વ સીએમ ભૂપિન્દ્ર સિંહ હુડ્ડાએ પણ આ સમગ્ર ઘટનાની નિંદા કરી હતી. વધુમાં હરિયાણાના શિક્ષણ મંત્રી રામ બિલાસ શર્માએ આ કેસમાં શાળા વિરુદ્ધ સખત પગલાં ઉઠાવાની વાત કરી હતી.

English summary
Pradyumna Murder case of Ryan international school, 2 more arrested in Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X