For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: કાશીમાં ભગવાન શિવને પહેરાવાયું માસ્ક, લોકોને મૂર્તિ ના અડવાની અપીલ

Coronavirus: કાશીમાં ભગવાન શિવને પહેરાવાયું માસ્ક, લોકોને મૂર્તિ ના અડવાની અપીલ

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ વિશ્વભરમાં કોરોના વાયરસને લઈ હાહાકાર મચ્યો છે, જ્યારે ભારમતાં પણ અત્યાર સુધી કોરોના વાયરસના 50 મામલા સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન વારાણસીના પ્રહ્માદેશ્વર મંદિરમાં પુજારીએ ભગવાન શિવને માસ્ક પહેરાવી દીધું છે. સાથે જ મૂર્તિને ના સ્પર્શવા લોકોને અપીલ કરવામાં આવી છે.

Coronavirus

પ્રહ્માદેશ્વર મહાદેવ મંદિરના પુજારી કૃષ્ણા આનંદ પાંડેએ જણાવ્યું કે કોરોના વાયરસ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. લોકોને જાગરુક કરવા માટે અમે ભગવાન શિવને માસ્ક પહેરાવ્યું છે. સાથે જ ભક્તોને મૂર્તિ ના અડવા અપીલ કરી છે. જો ભક્તો મૂર્તિને અડશે તો કોરોના વાયરસ વધુ લોકો સુધી ફેલાસે. સાથે જ મંદિર આવવા પર ભક્તોને માસ્ક પહેરીને આવવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ભક્તોનું કહેવું છે કે ભગવાન સુરક્ષિત રહેશે ત્યારે જ આપણે બધા સુરક્ષિત રહીશું. આ મંદિરમાં પ્રહ્માદેશ્ર શિવ, પ્રહલાદ કેશવ, વિષ્ણુ, શીતલા, ઈશાનેશ્વર શિવ, જગન્નાથ અને નૃસિંહ મંદિર પણ છે.

કોરોના વાયરસ: સુરતમાં વિમાનને માસ્ક પહેરાવી લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસકોરોના વાયરસ: સુરતમાં વિમાનને માસ્ક પહેરાવી લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસ

દુબઈથી આવેલા પુણેના બે વ્યક્તિમાં સંક્રમણ

દેશમાં સોમવાર સુધી કોરોના વાયરસથી સંક્રમણના કુલ 47 મામલા સામે આવ્યા છે. મોડી રાત્રે દુબઈથી આવેલા પુણેના બે વ્યક્તિઓમાં સંક્રમણ મળી આવ્યું. બંનેને પુણેના નાયડૂ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્ાય છે. અગાઉ અમેરિકાથી આવેલ યુવક કર્ણાટકમાં અને ઈટલીથી પંજાબમાં આવેલ યુવક પણ સંક્રમિત હતા. સંક્રમણની તપાસ માટે દેશભરમાં 52 લેબ બનાવવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે સ્વાસ્થ્ય અને શોધ વિભાગ સાથે મળી આ લેબ બનાવી છે.

English summary
Prahladeshwar temple have been coverd with a mask
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X