Prajwal Revanna video: મારા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચાયું છે, હું 31 મેના રોજ SITને સત્ય જણાવીશ
Prajwal Revanna video: દેશ છોડ્યાના માત્ર એક મહિના પછી કર્ણાટકની હાસન બેઠક પરથી JDS લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્ના જાતીય સતામણી કેસમાં 31 મે ના રોજ વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ હાજર થશે.
હાસન લોકસભા બેઠક સાંસદ પ્રજ્વલ રેવન્નાએ જણાવ્યું હતું કે, તેઓ SIT તપાસમાં સહકાર આપવા તૈયાર છે, અને 31 મેના રોજ તેમની સામેના કેસોની તપાસ કરતી વિશેષ તપાસ ટીમ સમક્ષ હાજર થશે.
એક વીડિયો જાહેર કરતાં રેવન્ના પ્રજ્વલે જણાવ્યું હતું કે, હું 31 મે શુક્રવારના રોજ સવારે 10 કલાકે SIT સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થઈશ અને તપાસમાં સહકાર આપીશ. હું મારા પર લાગેલા તમામ આરોપોનો જવાબ આપીશ. મને કોર્ટ પર વિશ્વાસ છે.

પ્રજ્વલ રેવન્નાએ જણાવ્યું હતું કે, જ્યારે 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો અને ન તો કોઈ SITની રચના થઈ હતી. મારી વિદેશ યાત્રાનું આયોજન પહેલેથી જ હતું. જ્યારે હું વિદેશ પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે મને આરોપો વિશે જાણ થઈ છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસના બીજા ઘણા નેતાઓ સત્ય જાણ્યા વગર મારી વિરુદ્ધ બોલવા લાગ્યા. મારી વિરુદ્ધ રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. હું શુક્રવારે 31મી મેના રોજ સવારે 10 વાગ્યે SIT સમક્ષ હાજર થઈશ અને તપાસ સાથે જોડાયેલી તમામ માહિતી આપીશ. હું તપાસને સમર્થન આપીશ. મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે.
પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર છે, અને હસન લોકસભા સીટ પરથી એનડીએના ઉમેદવાર પણ છે. પ્રજ્વલ પર મહિલાઓ સાથે યૌન શોષણના અનેક કેસનો આરોપ છે.
હાસનમાં મતદાનના એક દિવસ પછી પ્રજ્વલ 27 એપ્રિલના રોજ જર્મનીના પ્રવાસે ગયો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા SIT દ્વારા વિનંતી કરવામાં આવ્યા બાદ ઇન્ટરપોલે 'બ્લુ કોર્નર નોટિસ' જાહેર કરી હતી.
SIT દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પગલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની વિશેષ અદાલતે 18 મેના રોજ પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે કેન્દ્રને તેમનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા વિનંતી કરી છે.
#WATCH | In a self-made video, JDS MP Prajwal Revanna says, "I will appear before SIT on 31 May."
— ANI (@ANI) May 27, 2024
He said, "...When elections were held on 26th April, there was no case against me and no SIT was formed, my foreign trip was pre-planned. I came to know about the allegations while… pic.twitter.com/7Rt5b0Opi4












Click it and Unblock the Notifications
