GOA CM Oath Taking Ceremony Live: ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંત આજે શપથ લેશે

GOA CM Oath Taking Ceremony Live: ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંત આજે શપથ લેશે

તાજેતરમાં જ સંપન્ન થયેલ ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 20 સીટ અપાવનાર પ્રમોદ સાવંત સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે સવારે 11 વાગ્યે શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં શપથ વિધિ કાર્યક્રમ યોજવામાં આવશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેશે. સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકો સામેલ થાય તેવી સંભાવના છે. જો કે શપથ લેનાર અન્ય કેબિનેટ મંત્રીઓની સંખ્યાઓને લઈ ભાજપે ચૂપ્પી સાધી રાખી છે. ગોવાના મુખ્યમંત્રી પદના શપથની લાઇવ અપડેટ જાણવા માટે બન્યા રહો વનઇન્ડિયા ગુજરાતી સાથે...

GOA CM Oath Taking Ceremony

Mar 28, 2022, 11:25 am IST

ગોવિંદ ગૌડેએ પ્રમોદ સાવંત સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. ગોવિંદ ગૌડે ઉત્તર ગોવા જિલ્લાની પ્રિયોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
Mar 28, 2022, 11:25 am IST

અતાનાસિયો મોન્સેરેટે ગોવા સરકારના મંત્રી તરીકે શપથ લીધા, અતાનાસિયો મોન્સેરેટ ગોવાની પણજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
Mar 28, 2022, 11:19 am IST

રોહન ખૌંટેએ મંત્રી તરીકે શપથ લીધા, રોહન ખૌંટે ઉત્તર ગોવા જિલ્લાની પોરવોરિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
Mar 28, 2022, 11:18 am IST

સુભાષ શિરોડકરે પ્રમોદ સાવંત સરકારમાં મંત્રી પદના શપથ લીધા, સુભાષ શિરોડકર સિરોડા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
Mar 28, 2022, 11:16 am IST

નિલેશ કાબરાલ ગોવા સરકારમાં મંત્રી બન્યા, રાજ્યપાલે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
Mar 28, 2022, 11:12 am IST

રવિ નાઈકે ગોવા સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા, 2021માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા.
Mar 28, 2022, 11:12 am IST

મૌવિન ગોડિન્હોએ ગોવાના મંત્રી તરીકે શપથ લીધા, ગોવાના 8 મંત્રીઓ આજે શપથ લેશે.
Mar 28, 2022, 11:11 am IST

વિશ્વજીત રાણેએ ગોવાના મંત્રી તરીકે શપથ લીધા, વિશ્વજીત રાણે અગાઉની સરકારમાં આરોગ્ય મંત્રી હતા.
Mar 28, 2022, 11:10 am IST

પ્રમોદ સાવંત બન્યા બીજી વખત ગોવાના મુખ્યમંત્રી, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં લીધા મુખ્યમંત્રી પદના શપથ
Mar 28, 2022, 11:07 am IST

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ગોવાના ભાવિ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ પહોંચ્યા.
Mar 28, 2022, 11:03 am IST

વિશ્વજીત રાણે, મૌવિન ગોડિન્હો, રવિ નાઈક, નિલેશ કેબ્રાલ, સુભાષ શિરોડકર, રોહન ખૌંટે, અતાનાસિયો મોન્સેરેટ અને ગોવિંદ ગૌડે મંત્રી તરીકે શપથ લેશે.
Mar 28, 2022, 11:03 am IST

ગોવાના ભાવિ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજભવનમાં મંત્રી પરિષદની નિમણૂક કરવાનો આદેશ રાજ્યપાલને સોંપ્યો.
Mar 28, 2022, 11:02 am IST

ગોવાના સીએમ પ્રમોદ સાવંત શપથ ગ્રહણ સમારોહ માટે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ પહોંચ્યા
Mar 28, 2022, 10:52 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રમોદ સાવંતના શપથ સમારોહમાં હાજરી આપવા પણજી પહોંચ્યા.
Mar 28, 2022, 10:51 am IST

પ્રમોદ સાવંતના શપથ ગ્રહણ સમારોહ માટે બીજેપી પ્રમુખ જેપી નડ્ડા, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર અને કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં પહોંચ્યા.
Mar 28, 2022, 10:44 am IST

વિશ્વજિત રાણે, રવિ નાઈક અને અતાનાસિયો મોન્સેરેટ ગોવા સરકારમાં મંત્રી બનશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાશે.
Mar 28, 2022, 10:43 am IST

પ્રમોદ સાવંત ઉપરાંત ગોવાના 8 ધારાસભ્યો આજે મંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ટૂંક સમયમાં શરૂ થશે.
Mar 28, 2022, 10:43 am IST

પ્રમોદ સાવંતે મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા ઘરે જ પ્રાર્થના કરી હતી.
Mar 28, 2022, 10:42 am IST

શપથ ગ્રહણ સમારોહમાં કાળા કપડા કે કાળુ માસ્ક પહેરીને આવવાની પરવાનગી નથી. દેખરેખ માટે ડ્રોનની વ્યવસ્થા.
Mar 28, 2022, 6:38 am IST

કેબિનેટ મંત્રીઓ આજે શપથ લેશે કે કેમ તે અંગે ભાજપે હજી પણ ચૂપ્પી સાધી રાખી છે.
Mar 28, 2022, 6:36 am IST

વડાપ્રદાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ પ્રમોદ સાવંતના શપથ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Mar 28, 2022, 6:35 am IST

ગોવાના મુખ્યમંત્રીના શપથ વિધિ આજે બપોરે 11 વાગ્યે શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે યોજાશે
Mar 28, 2022, 6:34 am IST

ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંત આજે શપથ ગ્રહણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X