31 વર્ષના આ વકીલના કારણે કેજરીવાલના 20 ધારાસભ્યોની ખુરશી ગઇ છે

Written By:
Subscribe to Oneindia News

આમ આદમી પાર્ટીના 20 વિધાયકોની ખુરશી હાલ મુશ્કેલીમાં મુકાઇ છે. જે પાછળ 31 વર્ષીય એક વકીલનો હાથ છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના 20 વિધાયકોની દિલ્હી વિધાનસભામાં સદસ્યતા મામલે વિવાદ ચાલી રહ્યો છે. જે હેઠળ ચૂંટણી આયોગે લાભના પદ પર આ ધારાસભ્યોની નિયુક્તિ મામલે તેમને દોષી ગણાવ્યા છે. અને રાષ્ટ્રપતિને તેની રિપોર્ટ મોકલી છે. જે પછી માનવામાં આવી રહ્યું છે કે આ તમામ 20 ધારાસભ્યોની સદસ્યતા રદ્દ થશે. જો કે ચૂંટણી પંચ દ્વારા તેની કોઇ અધિકૃત પૃષ્ટિ નથી થઇ. પણ સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ રિપોર્ટમાં આ ધારાસભ્યોને પદ પર બન્યા રહેવું અયોગ્ય કરાર કરવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના 31 વર્ષીય વકીલની ભૂમિકા મહત્વની છે. જેણે આ ધારાસભ્યો વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરીને વિરોધ દર્શાવ્યો હતો. કેજરીવાલના 21 ધારાસભ્યો વિરુદ્ધ પ્રશાંત પટેલ નામના વકીલે 19 જૂન 2015ના રોજ ચૂંટણી આયોગ તથા રાષ્ટ્રપતિને 100 પત્તાનો એક રિપોર્ટ મોકલીને આ તમામ ધારાસભ્યોને લાભનું પદ આપવાની વાત કરી હતી. જે ગેરકાયદેસર છે.

Delhi

અરવિંદ કેજરીવાલની સરકારે 21 ધારાસભ્યોને સંસદીય સચિવ નિયુક્ત કર્યા હતા. જેના 98 દિવસમાં પ્રશાંત પટેલ આ માાટે નોટિસ ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ મોકલી હતી. આ મામલે પ્રશાંત પટેલ કહે છે કે આ અરજી મેં એટલા માટે દાખલ નથી કરી કે હું કોઇ રાજનૈતિક દળનો વ્યક્તિ નથી. મેં આ અરજી એક સાધારણ નાગરિકના રૂપે કરી છે. દિલ્હીમાં જો કોઇ પણ રાજનીતિમાં રસ ધરાવતું હોય તો તે આ મામલાને નજરઅંદાજ ના કરી શકે. મને તેમ હતું કે આ મામલે કંઇક અયોગ્ય થઇ રહ્યું છે. જે પછી મેં તે અંગે તપાસ શરૂ કરી. જે પછી મને ખબર પડી કે આ નિર્ણય ગેરકાનૂની છે. અને માટે જ મેં આ મામલે સચિવ અને રાષ્ટ્રપતિ સમક્ષ અરજી કરી હતી. યુપીના ફતેહપુરમાં જન્મેલા પ્રશાંત પટેલે આ પછી સતત મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયથી કોમ્પ્યૂટર એપિલ્કેશન અને ભૌતિકના સ્નાતક છે. અને તે પછી તેમણે વકીલાતનું ભણવાનું શરૂ કર્યું હતું.

English summary
Prashant Patel Man behind the disqualification 20 Aam Admi Party MLA. He had filed a case against the AAP Mla in 2015.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.