For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિરના બદલે મોદી મુસલમાનોની પત્નીઓની વકીલાત કરવા લાગ્યાઃ તોગડિયા

નરેન્દ્ર મોદી સાથે પોતાના સંબંધો ખરાબ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અવારનવાર પ્રધાનમંત્રી મોદી પર હુમલા કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી સાથે પોતાના સંબંધો ખરાબ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અવારનવાર પ્રધાનમંત્રી મોદી પર હુમલા કરી રહ્યા છે. આ વખતે તોગડિયાએ પ્રધાનમંત્રી મોદી પર હુમલો કરતા કહ્યુ કે દેશની જનતા ખાસ કરીને હિંદુઓએ મોદીને રામ મંદિર નિર્માણ, કાશ્મીરમાં લાગુ કલમ 370 હટાવવા તથા રાષ્ટ્રવાદના નામે ચૂંટ્યા હતા. પરંતુ મોદી તો મંદિર નિર્માણની જગ્યાએ મસ્જિદોના નિર્માણમાં લાગી ચૂક્યા છે. તે તો સૈનિકોની સુરક્ષા કરવાના બદલે પત્થરબાજોની મુક્તિમાં લાગેલા છે. તેમને ભાન નથી કારણકે તે કાશ્મીરની કલમ 370 ભૂલી ગયા છે. કલમ 370 અને અન્ય મુદ્દાઓના કારણે જ જનતાએ તેમને દેશના વઝીર-એ-આઝમનો તખ્તો આપ્યો હતો. તોગડિયાએ કહ્યુ કે દેશનો ખેડૂત ખુશ નથી, યુવાન ખુશ નથી અને સેનાનો જીવ તો હંમેશા જ જોખમમાં રહે છે. સરકાર કદાચ સેનાના જવાનોને કરેલા પોતાના વચનોને ભૂલી ચૂક્યા છે.

praveen togadiya

ગુરુવારે બદાયૂંમાં પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે મોદી હવે મંદિર નથી જતા તે આજકાલ મસ્જિદ જવા લાગ્યા છે. નવાઝ શરીફના કેક ખાવા લાગ્યા, ઈમામ બુખારી સાથે બેસવા લાગ્યા, ગૌરક્ષકોને ગુંડા કહેવા લાગ્યા છે. કાશ્મીરના પત્થરબાજો હવે તેમના ભાઈજાન બની ગયા છે. તોગડિયાએ આગળ કહ્યુ કે નરેન્દ્ર મોદીને આપણે દેશની જનતાએ રામ મંદિર નિર્માણની વકીલાત કરવા માટે મોકલ્યા હતા. પરંતુ એ તો મુસલમાનોની પત્નીઓની વકીલાત કરવા લાગ્યા. ત્રણ તલાક, હલાલા ખબર નહિ કયા કયા મુદ્દાઓ માટે વકીલાત કરવા લાગ્યા છે અને ખબર નહિ હજુ કયા મુદ્દાઓ પર કરશે. તેમણે કહ્યુ કે મોદી મંદિરનો રસ્તો ભટકી ગયો છે અને મસ્જિદના રસ્તે નીકળી પડ્યા છે.

આ પણ વાંચોઃ Smiles On Metro: સામાન્ય જનતા સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસઆ પણ વાંચોઃ Smiles On Metro: સામાન્ય જનતા સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ

તોગડિયાએ ઈશારામાં મોદી પર હુમલો કરતા કહ્યુ કે સિકંદરને પણ લાગતુ હતુ કે તેના સિવાય દુનિયા ચાલવાની નથી. આવા તો કંઈ કેટલાય સિકંદર આવ્યા અને જતા રહ્યા. તોગડિયાએ કહ્યુ કે 2019 માં ના તો C (કોંગ્રેસ), ન તો B (ભાજપ) આવશે, 2019 માં વિકલ્પ A (રામ મંદિર બનાવનાર પક્ષ) હશે જે ચૂંટણી જીતશે. નવો પક્ષ બનાવવાના સવાલ પર તોગડિયાએ કહ્યુ કે જોઈએ છે હજુ સમય છે. જેને મત આપ્યા છે તેને અત્યારે સુધરવાનો મોકો આપવો જોઈએ.

English summary
praveen togdiya attack on narendra modi an say do whta for people make u pm in Budaun
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X