પાકિસ્તાનની વાત કરનારાઓને ગોળી મારી દોઃ પ્રવીણ તોગડીયા
છેલ્લા ઘણા સમયથી જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર ઘણી ચર્ચાઓ થઇ ચુકી છે. હાલમાં કાશ્મીરમાં ભારે તંગદિલીવાળો માહોલ સર્જાઈ ગયો છે. આંદોલન કારીઓ ભારી પ્રદર્શન કરી રહ્યા છે. પરિસ્થતિ જયારે વણસી જાય છે ત્યારે પેલેટગનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.
આખી વાતમાં મુદ્દોએ બની ગયો હતો કે પેલેટ ગનનો ઉપયોગ કરવો યોગ્ય છે કે નહીં. ત્યારબાદ હાલમાં જ પેલેટગન ને બદલે મરચાંના ગોળાનો ઉપયોગ કરવાની વાત ચર્ચાઈ. આ આખા મુદ્દે પ્રવીણ તોગડીયા એ એક નવું જ નિવેદન આપી દીધું છે.

વીએચપી નેતા પ્રવીણ તોગડીયાએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઇ મોદી પર નિશાન સાધ્યું. એક કાર્યક્રમમાં તોગડીયાએ કહ્યું કે દેશની રક્ષા ભાષણોથી નહીં, બંદૂક અને તોપોથી થાય. કહ્યું કે જે લોકો પાકિસ્તાનની વાત કરે તેમને રબ્બરની નહીં, લોખંડની ગોળી મારી દો.
પ્રવીણ તોગડીયા આમ પણ તેમના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તો હવે જોવાનું એ છે કે તેમના આ નિવેદન પછી કોઈ પ્રતિક્રિયા મળે છે કે નહીં.












Click it and Unblock the Notifications
