Pre-Poll Survey : હરિયાણા-કાશ્મીરમાં કોની સરકાર? જાણો શું કહે છે Mega Pre-Poll Survey?
Pre-Poll Survey : હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં બહુ જલ્દી વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા આવી રહેલા સર્વેમાં બીજેપીને મોટો ઝટકો લાગી રહ્યો છે.
હાલ એક પછી જે સર્વે આવી રહ્યાં છે તેમાં બીજેપીને મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. જો આ સર્વે સાચા પડશે તો બીજેપી માટે રસ્તો મુશ્કેલ છે.

હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લગતા સર્વેના પરિણામો ચોંકાવનારા છે. આ બન્ને રાજ્યોમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મતદાન થશે. રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર તેજ કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ તો લોકપોલ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ઈન્ડિયા એલાયન્સને 51-56 સીટો મળી શકે છે. તેનો વોટ શેર 40-42 ટકા સુધી રહી શકે છે.
આ સર્વેમાં ભાજપને જમ્મુ-કાશ્મીરમાં 23-26 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. જો વોટ શેરની વાત કરીએ તો તે 28-30 ટકા હોઈ શકે છે. સર્વે અનુસાર, પીડીપીને 4-8 બેઠકો અને અન્યને 3-7 બેઠકો મળવાનો દાવો કરાયો છે.
જો વોટ શેરની વાત કરીએ તો પીડીપીને 18-20 ટકા વોટ શેર મળી શકે છે અને અન્યને 10-13 ટકા વોટ શેર મળી શકે છે.
હરિયાણાને લઈને લોકપોલ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, ચૂંટણીમાં કોંગ્રેસને 58-65 સીટો મળી શકે છે. કોંગ્રેસનો વોટ શેર 46-48 ટકા રહી શકે છે.
સર્વેમાં ભાજપને હાલમાં ચૂંટણીમાં 20 થી 29 બેઠકો મળવાની આશા છે તો તેનો વોટ શેર 35-37 ટકા હોઈ શકે છે.
સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે અન્યોને 3-5 બેઠકો મળશે, જ્યારે અન્યનો વોટ શેર પણ 7-8 ટકા હોઈ શકે છે. અન્યમાં જેજેપી સૌથી મોટી પાર્ટી બની શકે છે.
જણાવી દઈએ કે, આના થોડા દિવસો પહેલા હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને ટાઈમ્સ નાઉ નવભારત અને મેટરાઈઝ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દાવો કર્યો હતો કે ભાજપને 37-42 બેઠકો મળી શકે છે.
સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસને 33-38 બેઠકો મળશે, જેજેપીને 3-8 બેઠકો મળશે અને અન્યને 7થી 12 બેઠકો મળશે.












Click it and Unblock the Notifications
