MPમાં સમૂહ લગ્ન પહેલા યુવતીઓનો વર્જિનિટી ટેસ્ટ કરાયો, 9ના લગ્ન રદ
બૈતૂલ, 8 જૂન : મધ્યપ્રદેશના બૈતૂલમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં એક સનસનાટી ભર્યો કિસ્સો બહાર આવ્યો છે. અહીં યોજવામાં આવેલા સમૂહ લગ્ન પહેલા યુવતીઓનું કૌમાર્ય પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) અને પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં 9 યુવતીઓના પોઝિટિવ પરિણામો આવતા તેમના લગ્ન રોકી દોવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશમાં પહેલા પણ આ પ્રકારના કિસ્સાઓ બહાર આવ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આવા કિસ્સાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેવાનું જણાવ્યું છે, પણ આ નવા કિસ્સાએ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાર્યક્રમના સ્થળે સ્વાસ્થ્ય વિભાગની ટીમ બેસાડવામાં આવી હતી. જેથી કોઇ પણ યુવતી બીજીવાર લગ્ન કરી ના શકે. બીજીવાર લગ્ન કરનારી મહિલાઓને ઓળખવા માટે ગેરકાયદેસર રીતે તપાસ કરવામાં આવીહતી. પ્રેગન્ન્સી કિટ દ્વારા મહિલાઓની ગર્ભવતી હોવાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 9 યુવતીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમના લગ્ન રોકવામાં આવ્યા બાદ તેમનો દહેજનો સામાન પાછો લઇ લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર બાબત અંગે મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ કિસ્સામાં ઊંડી તપાસ માટે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા મધ્યપ્રદેશના જ શહડોલમાં આવા જ સામૂહિક લગ્ન પહેલા 151 જેટલી યુવતીઓનો વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 14 યુવતીઓ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસે આનો વિરોધ કરી સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
