લાઇબ્રેરીમાં પતિ સામે ગર્ભવતી પત્ની સાથે સામૂહિક બળાત્કાર

મુંબઇ, 7 ઓગષ્ટ: મહારાષ્ટ્રના ગોંડિયા વિસ્તારમાં માણસાઇ તે સમયે શર્મસાર થઇ ગઇ જ્યારે એક 20 વર્ષની ગર્ભવતી મહિલા સાથે તેના પતિની સામે ચાર લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આટલું જ નહી બળાત્કાર બાદ બળાત્કારીઓએ ગર્ભવતી મહિલા અને તેના પતિ સાથે મારપીટ, કીંમતી સામન લૂટી લીધો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા. પોલીસે આ અંગે કેસ દાખલ કરી લીધો છે અને તપાસ હાથ ધરતાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર મંગળવારે રાત્રે 20 વર્ષીય એક ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે પોતાન સંબંધીના ઘરેથી પરત ફરી રહી હતી. ત્યારે ડૉ. આંબેડકર લાઇબ્રેરીની પાસે ચાર યુવકોએ તેમને રોક્યા હતા. યુવકોએ તેના પતિ સાથે મારપીટ કરી અને મહિલાને લાઇબ્રેરીની અંદર લઇ ગયા અને તેની સાથે વારાફરતી બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર બાદ ચાર યુવકોએ મહિલાના ઘરેણાં અને કિંમતી સામાન લૂંટી લીધા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

rape

કોઇપણ પ્રકારે મહિલા પોતાના પતિ સાથે નજીકના પોલીસ સ્ટેશને પહોંચી અને ઘટના સંબંધી જાણકારી આપી. પોલીસે કેસ દાખલ કરી મહિલાને મેડિકલ તપાસ માટે મોકલી દિધી છે. મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી અને વિકી રાધેલાલ સૂર્યવંશી (21), સોનૂ ઉર્ફે ઋષિ ગુલાબ ચંદ્રીકાપરે (25), અવિનાશ રવિ ફૂંડે (23) અને નિતિન રમેશ ખડસે (23) નામના ચાર બળાત્કારીઓની ધરપકડ કરી લીધી. આ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જેમાંથી આ લોકોને ચાર ઓગષ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દિધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X