For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલમાં કોંગ્રેસને ઓપરેશન લોટસનો ડર, જીતેલા ધારાસભ્યોને રાજસ્થાન મોકલવા તૈયારી

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ હવે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. સામે આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં બીજેપી ધમાકેદાર જીત તો હિમાચલ પ્રદેશમાં બીજેપી સત્તા ગુમાવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ હવે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. સામે આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં બીજેપી ધમાકેદાર જીત તો હિમાચલ પ્રદેશમાં બીજેપી સત્તા ગુમાવી રહી છે. પરિણામ આવી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે જીતેલા ધારાસભ્યોને બચાવવા માટે કવાયત શરૂ કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

Rajasthan

સામે આવી રહેલા સમાચારોનું માનીએ તો, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને જીતેલા ધારાસભ્યો વેચાઈ જવાનો ડર લાગી રહ્યો છે. આ માટે કોંગ્રેસ ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ છે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, ભાજપ દ્વારા ઓપરેશન લોટસના પ્રયાસો રોકવા કોંગ્રેસ હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને રાજસ્થાન શિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને વરિષ્ઠ નેતા ભૂપિંદર સિંહ હુડ્ડાને ઓપરેશન લોટસ ટાળવા ધારાસભ્યોને ખસેડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને બસથી લઈ જવાની સંભાવના છે. સુત્રો અનુસાર, પ્રિયંકા ગાંધી ખુદ આ તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. પ્રિયંકા શિમલા પહોંચી શકે છે.

અહીં તમને જણાવી દઈએે કે, હિમાલચ પ્રદેશમાં હજુ સ્પષ્ઠ પરિણામ આવ્યુ નથી. મતગણતરી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ આગળથી જ આયોજનમાં લાગી છે. અહીં એ વાત પણ ઉલ્લેખનિય છે કે, હિમાલચમાં 1985 પછી કોઈ પાર્ટી ફરીથી સત્તામાં આવી નથી.

English summary
Preparation to send the winning Congress MLAs from Himachal Pradesh to Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X