For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંખમાં કોરોના સંક્રમણની હાજરી ચેક કરવા માટે AIIMSએ શરૂ કર્યો સ્ટડી, આરપી સેન્ટર કરશે આ શોધ

કોરોના સંક્રમણની આંખ પર કેટલી અસર થાય છે તે જાણવા માટે એઈમ્સના આરપી સેન્ટર ફૉર ઑપ્થોલ્મિક સાયન્સીસે બે સ્ટડીની શરૂઆત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના સંક્રમણની આંખ પર કેટલી અસર થાય છે તે જાણવા માટે એઈમ્સના આરપી સેન્ટર ફૉર ઑપ્થોલ્મિક સાયન્સીસે બે સ્ટડીની શરૂઆત કરી છે. આ સ્ટડી દ્વારા વિશેષજ્ઞ એ જાણવાની કોશિશ કરશે કે આંખના વિવિધ ભાગોમાં કોરોના વાયરસની હાજરી ક્યાં સુધી થઈ શકે છે. આના માટે એક સ્ટડી આઈ બૉલ એટલે કે કોરોનાથી જીવ ગુમાવનારા દર્દીઓની આંખ પર કરવામાં આવશે. વળી, બીજો અભ્યાસ એ દર્દીઓ પર થશે જે કૉર્નિયા દાન કરે છે અને ક્યારેક કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

aiims

આરપી સેન્ટરના પ્રમુખે સ્ટડી વિશે આપી માહિતી

મંગળવારે નેશનલ આઈ બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરીને આરપી સેન્ટરના પ્રમુખ જેએસ ટિટિયાલે આ સ્ટડી વિશે જણાવ્યુ. તેમણે કહ્યુ કે સ્ટડી માટે પાંચ નેત્ર ગોલક એકઠા કરવામાં આવ્યા છે. ટિટિયાલે કહ્યુ, 'સ્ટડીથી કોવિડ-19 સંક્રમિત મૃતકના કૉર્નિયા, ઑપ્ટિક નર્વ અને રેટિનામાં કોરોના વાયરસની હાજરી શોધવામાં મદદ મળશે.'

કોરોના કાળમાં પ્રભાવિત થયો છે કૉર્નિયા દાન કાર્યક્રમ

જેએસ ટિટિયાલે જણાવ્યુ કે કોરોના કાળમાં કૉર્નિયા દાન કરવાનો કાર્યક્રમ ઘણો પ્રભાવિત થયો છે. તેમણે જણાવ્યુ કે 80 ટકા કૉર્નિયા ડોનેટ હૉસ્પિટલના કાર્યક્રમ દ્વારા જ કરવામાં આવ્યુ છે. આમાંથી 5.5 ટકા દાન થયેલ કૉર્નિયામાં કોરોના સંક્રમણ મળ્યુ છે માટે આ અભ્યાસની શરૂઆત થઈ છે. આરપી સેન્ટરના ડૉક્ટર નમ્રતા શર્માએ કહ્યુ કે, 'આ ટીશ્યુમાં કોરોના વાયરસની ઉપસ્થિતિની હાજરી શોધવા અને આનુવંશિક પુરાવાને શોધવા માટે આંખની કીકીઓનુ પરીક્ષણ કરવામાં આવશે.'

કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ પણ પહોંચ્યા

તમને જણાવી દઈએ કે મંગળવારે નેત્રદાન પખવાડિયાના પ્રસંગે એઈમ્સના આરપી સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન લોકોને નેત્રદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે કોઈના જીવનમાં રોશની આપવા માટે મદદ કરવામાં આવે તો તેનાથી મોટુ કંઈ નથી.

શનલ આઈ બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરીને આરપી સેન્ટરના પ્રમુખ જેએસ ટિટિયાલે આ સ્ટડી વિશે જણાવ્યુ. તેમણે કહ્યુ કે સ્ટડી માટે પાંચ નેત્ર ગોલક એકઠા કરવામાં આવ્યા છે. ટિટિયાલે કહ્યુ, 'સ્ટડીથી કોવિડ-19 સંક્રમિત મૃતકના કૉર્નિયા, ઑપ્ટિક નર્વ અને રેટિનામાં કોરોના વાયરસની હાજરી શોધવામાં મદદ મળશે.'

English summary
Presence of corona infection in the eye will be find out through a study by AIIMS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X