For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

President Election : જો આ નેતા રાષ્ટ્રપતિ બનશે, તો દેશમાં આતંકવાદ વધશે : ભાજપના સાંસદ દિલીપ ઘોષ

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના પ્રથમ પ્રસ્તાવિત ઉમેદવાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે.

|
Google Oneindia Gujarati News

President Election : ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના પ્રથમ પ્રસ્તાવિત ઉમેદવાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે. ઇકો પાર્કમાં મોર્નિંગ વોક પર ગયેલા ઘોષે જણાવ્યું હતું કે, મમતા બેનર્જી અને જે નેતાનું નામ વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પ્રમોટ કર્યું હતું. તેમના એક આતંકવાદી સાથે સંબંધો હતા.

નિશાના પર શરદ પવાર

નિશાના પર શરદ પવાર

દિલીપ ઘોષે કોઈ લગલપેટ લીધા વિના સીધા જ NCP પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધ્યું અને જણાવ્યું હતું કે, તેમના આતંકવાદીઓસાથે સંબંધો છે. આવી સ્થિતિમાં જો તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા હોત તો દેશમાં આતંકવાદને પ્રોત્સાહન મળત.

ઘોષે એમ પણ જણાવ્યું હતુંકે, કોઈ પણ મૂર્ખ બનવા માંગતું નથી, જોકે એ અલગ વાત છે કે, વિરોધ પક્ષો દ્વારા તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં,તેમણે ઓફર ઠૂકરાવી દીધી હતી.

મમતા બેનર્જીને માર્યો ટોણો

મમતા બેનર્જીને માર્યો ટોણો

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાને રાષ્ટ્રીય નેતાતરીકે સ્થાપિત કરવાનું સપનું જોઈ રહી છે, તેથી તેઓ આવી ઓફરો, ચર્ચાઓ અને બેઠકો કરતી રહે છે.

વિપક્ષી એકતા પર ઉઠાવ્યા સવાલ

વિપક્ષી એકતા પર ઉઠાવ્યા સવાલ

વિપક્ષી એકતા પર કટાક્ષ કરતા દિલીપે જણાવ્યું હતું કે, 2019ની સામાન્ય ચૂંટણી પહેલા એક મોટી રેલી યોજી હતી. તેમાં ઘણા વિપક્ષીનેતાઓ આવ્યા હતા. આજે તેઓ બધા ક્યાં છે? કોઈ ખ્યાલ નથી.

વાસ્તવમાં કોઈની પાસે વિશ્વાસપાત્ર નેતા પણ નથી. બંગાળમાં ભાજપનાનિરીક્ષકોની નિમણૂક પર, દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યની તમામ 42 લોકસભાબેઠકો પર સખત મહેનત શરૂ કરી દીધી છે. અલબત્ત અમે સારા પરિણામો ઈચ્છીએ છીએ. તેથી જ અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીસોંપવામાં આવી છે.

English summary
President Election : If this leader becomes President, terrorism will increase in the country said BJP MP Dilip Ghosh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X