• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

LIVE: થોડી વારમાં શિક્ષણ નીતિ પર રાજ્યપાલોના સંમેલનને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ, પીએમ પણ રહેશે હાજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આ વર્ષે 29 જુલાઈએ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ઘણો ખાસ દિવસ હતો કારણકે આ દિવસે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. ભારતમાં આ 21મી સદી પહેલી શિક્ષણ નીતિ છે જે આધુનિક યુગના હિસાબે બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુદ્દે રાજ્યપાલોના સંમેલનના ઉદઘાટન સત્રને વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. સાથે જ રાજ્યપાલો, શિક્ષણ વિદો વગેરે સાથે વિસ્તારથી વિચાર મંથન થશે. વાંચો, પળેપળની લાઈવ અપડેટ -

Newest First Oldest First
11:50 AM
રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અનુશંસાઓને લાગુ કરવાની દિશામાં તમે બધા રાજ્યપાલો અને શિક્ષણ મંત્રીઓની ખૂબ જ મહત્વપૂર્ણ ફરજ છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કાર્યરૂપ આપવામાં યોગદાન આપીને તમે બધા ભારતને નૉલેજ-હબ બનાવવામાં પોતાની પ્રભાવી ભૂમિકા નિભાવશોઃ રાષ્ટ્રપતિ કોવિદ
11:49 AM
રાષ્ટ્રપતિએ કહ્યુ કે હું ઈચ્છીશ કે બધા રાજ્યપાલ પોતાના રાજ્યોમાં નવી શિક્ષણ નીતિને કાર્યરૂપ આપવા માટે થીમ આધારિત વર્ચ્યુઅલ સંમેલન કરે. શિક્ષણ નીતિના વિવિધ આયામો પર વ્યાપક વિચાર મંથમ ઉપરાંત પોતાના સૂચન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને મોકલી શકે છે જેથી તેમનો દેશવ્યાપી ઉપયોગ કરી શકાય.
11:47 AM
બધા ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અનુસંધાન પ્રેરિત કરવા માટે રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે. શોધની સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે બધા વિશ્વવિદ્યાલયો તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશન સાથે મળીને કામ કરવાનુ રહેશેઃ રાષ્ટ્રપતિ કોવિંદ
11:45 AM
રાષ્ટ્રપતિએ કહ્યુ કે વંચિત ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ માટે વર્ષ 2030 સુધી પ્રત્યેક જિલ્લામાં અથવા તેની નજીર કમસે કમ એક મોટુ મલ્ટી ડિસિપ્લીનરી હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ ઉપલબ્ધ કરાવવાનુ લક્ષ્ય છે. આના માટે રાજ્ય સ્તરે અનેક પગલા લેવા પડશે.
11:44 AM
આ શિક્ષણ નીતિમાં ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે. આનાથી વિદ્યાર્થીઓાં સર્જનાત્મકતા વિકસિત થશે અને ભારતીય ભાષાઔઓની તાકાત વધશે. વિવિધ ભાષાઓવાળા આપણા દેશની એકતાને અક્ષુણ્ણ બનાવવામાં આનાથી મદદ મળશેઃ રાષ્ટ્રપતિ કોવિંદ
11:42 AM
12મી પંચવર્ષીય યોજનાના આકલન અનુસાર ભારતમાં વર્કફોર્સના 5 ટકાથી પણ ઓછા લોકોએ ઔપચારિક વ્યાવસાયિક શિક્ષણ મેળવ્યુ હતુ. આ સંખ્યા સંયુક્ત રાજ્ય અમેરિકાાં 52 ટકા, જર્મનીમાં 75 ટકા અને દક્ષિણ કોરિયામાં 96 ટકા હતીઃ રાષ્ટ્રપતિ કોવિંદ
11:41 AM
રાષ્ટ્રપતિ મુજબ સ્કૂલી શિક્ષણને મજબૂત આધાર આપવા માટે 2021 સુધી આ શિક્ષણ નીતિ પર આધારિત, ટીચર્સ એજ્યુકેશનનુ એક નવીન અને વ્યાપક પાઠ્યક્રમ તૈયાર કરવાનુ લક્ષ્ય છે. ટીચર્સ એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણનુ અંગ છે. માટે રાજ્ય સ્તરે તમારે સૌએ ટીચર્ચ એજ્યુકેશન સાથે જોડાયેલ અત્યંત મહત્વપૂર્ણ લક્ષ્યોને મેળવવાના છે.
11:39 AM
આ સંદર્ભે શૈક્ષણિક રીતે સુદ્રઢ, મલ્ટી ડિલિપ્લીનરી અને ઈન્ટિગ્રેટેડ ટીચર્ચ એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કરવાની જોગવાઈ છે. વર્ષ 2030 સુધી આ ક્ષેત્રમાં માત્ર ઉચ્ચ સ્તરીય સંસ્થા સક્રિય રહી જશે.
11:38 AM
શિક્ષણ વ્યવસ્થામાં કરવામાં આવેલ પાયાગત ફેરફારોમાં શિક્ષકોની કેન્દ્રીય ભૂમિકા રહેશે. આ શિક્ષણ નીતિમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે શિક્ષણ વ્યવસાયમાં સૌથી લાયકાત લોકોની પસંદગી થવી જોઈએ તથા તેમની આજીવિકા, માન મર્યાદા અને સ્વાયતત્તાને સુનિશ્ચિત કરવી જોઈએઃ રાષ્ટ્રપતિ કોવિંદ
11:37 AM
રાષ્ટ્રપતિએ કહ્યુ કે નવી શિક્ષણ નીતિમાં એ વાત પર જોર આપવામાં આવ્યુ છે કે આપણે બધાએ ભારતીય જીવન મૂલ્યો પર આધારિત આધુનિક શિક્ષણ પ્રણાલી વિકસિત કરવાની છે. સાથે જ એ પણ પ્રયત્ન કરવાનો છે કે બધાને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેમજ એક જીવંત તેમજ સમતા-મૂલક નૉલેજ સોસાયટીનુ નિર્માણ થાય.
11:35 AM
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે સાર્વજનિક શિક્ષણ પ્રણાલી જ જીવંત લોકતાંત્રિક સમાજનો આધાર હોય છે માટે સાર્વજનિક શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવી જરૂરી છેઃ રાષ્ટ્રપતિ કોવિંદ
11:34 AM
રાષ્ટ્રપતિએ કહ્યુ કે 1968ની શિક્ષણ નીતિથી લઈને આ શિક્ષણ નીતિ સુધી, એક સ્વરથી નિરંતર એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ મળીને સાર્વજનિક શિક્ષણ ક્ષેત્રમાં જીડીપીના 6 ટકા રોકાણનુ લક્ષ્ય રાખવુ જોઈએ. 2020ની આ શિક્ષણ નીતિમાં આ લક્ષ્ય સુધી ઝડપથી પહોંચવાની આશા કરવામાં આવી છે.
11:24 AM
ભારતમાં વ્યાવસાયિક શિક્ષણના પ્રસારમાં તેજી લાવવાની જરૂરિયાતને જોતા એ નક્કી કરવામાં આવ્યુ છે કે સ્કૂલ તથા હાયર એજ્યુકેશમ સિસ્ટમમાં વર્ષ 2025 સુધી કમસે કમ 50 ટકા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવશેઃ રાષ્ટ્રપતિ કોવિંદ
11:22 AM
સંમેલનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પરામર્શોની અભૂતપૂર્વ અને લાંબી પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવી છે. મને જણાવવામાં આવ્યુ છે કે આ નીતિના નિર્માણમાં અઢી લાખ ગ્રામ પંચાયતો, સાડા બાર હજારથી વધુ સ્થાનિક નિગમો તથા લગભગ 675 જિલ્લાથી મળેલ બે લાખથી વધુ સૂચનને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
11:19 AM
હવે આપણી એ સામૂહિક ફરજ છે કે NEP-2020ની આ ભાવનાને આપણે Letter અને Spiritમાં લાગુ કરી શકીએઃ પીએમ મોદી
11:18 AM
પીએમ મોદીએ કહ્યુ કે કોઈ પણ સિસ્ટમ, એટલી જ ઈફેક્ટીવ અને ઈનક્લુઝીવ હોઈ શકે છે જેટલુ સારુ તેનુ ગવર્નન્સ મૉડલ હોય છે. આ વિચાર એજ્યુકેશન સાથે જોડાયેલ ગવર્નન્સ વિશે પણ આ પૉલિસી રિફ્લેક્ટ કરે છે.
11:16 AM
પીએમ મોદી મુજબ આ શિક્ષણ નીતિ, સરકારની શિક્ષણ નીતિ નથી. આ દેશની શિક્ષણ નીતિ છે. જેમ વિદેશ નીતિ દેશની નીતિ હોય છે, સંરક્ષણ નીતિ દેશની નીતિ હોય છે તેમ શિક્ષણ નીતિ દેશની નીતિ છે.
11:15 AM
પીએમે કહ્યુ કે પ્રોફેસર, ટીચર્ચના મનમાં સવાલ હશે કે તે ખુદને આ ફેરફાર માટે કેવી રીતે તૈયાર કરી શકશે? આ પ્રકારનો અભ્યાસક્રમ કેવી રીતે મેનેજ થઈ શકશે? તમારા બધા પાસે પણ અનેક સવાલ હશે, જેના પર તમે ચર્ચા પણ કરી રહ્યા છો. આ બધા સવાલ મહત્વપૂર્ણ છે, દરેક સવાલના સમાધાન માટે બધા મળીને કામ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય તરફથી પણ સતત સંવાદ ચાલુ છે. રાજ્યોમાં દરેક સ્ટેકહોલ્ડરની પૂરી વાત, દરેક મંતવ્યને ખુલ્લા મનથી સાંભળવામાં આવી રહી છે. છેવટે આપણે સૌએ મળીને જ તો તમામ શંકાઓ અને આશંકાઓનુ સમાધાન કરવાનુ છે.
11:12 AM
જ્યારે કોઈ પણ સિસ્ટમમાં આટલા વ્યાપક ફેરફાર થાય છે, તો અમુક શંકાઓ-આશંકાઓ સ્વાભાવિક છે. માતાપિતાને લાગતુ હશે કે જો આટલી આઝાદી બાળકોને મળશે, જો પ્રવાહ ખતમ થઈ જશે તો આગળ કૉલેજમાં તેમને પ્રવેશ કેવી રીતે મળશે, કરિયરનુ શું થશે?: PM
11:09 AM
21મી સદીમાં પણ ભારતને આપણે એક નૉલેજ ઈકોનૉમી બનાવવા માટે પ્રયાસરત છે. નવી શિક્ષણ નીતિએ બ્રેઈન ડ્રેઈનને ટેકલ કરવા માટે અને સામાન્યથી સામાન્ય પરિવારોના યુવાનો માટે પણ સારુ ઈન્સ્ટીટ્યુટ કેમ્પસ ભારતમાં સ્થાપિત કરવાનો રસ્તો ખોલ્યો છેઃ પીએમ મોદી
11:07 AM
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સાચા અર્થમાં દબાણ વિના, અભાવ વિના અને પ્રભાવ વિના શીખવાા લોકતાંત્રિક મૂલ્યોને આપણી શિક્ષણ વ્યવસ્થાનો હિસ્સો બનાવવામાં આવ્યો છેઃ પીએમ મોદી
11:06 AM
લાંબા સમયથી એ વાતો ઉઠતી રહે છે કે અમારા બાળકો બેગ અને બોર્ડ એક્ઝામના બોજ હેઠળ, પરિવાર અને સમાજના દબાણ હેઠળ દબાઈ રહ્યા છે. આ પૉલિસીમાં આ સમસ્યાને પ્રભાવી રીતે એડ્રેસ કરવામાં આવી છેઃ પીએમ મોદી
11:05 AM
પીએમ મોદી મુજબ નવી શિક્ષણ નીતિ, અભ્યાસના બદલે શીખા પર ફોકસ કરે છે અને કોર્સથી આગળ વધીને ક્રિટીકલ થીંકીંગ પર જોર આપે છે. આ પૉલિસીમાં પ્રોસેસથી વધુ પેશન, પ્રેકટીકાલિટી અને પર્ફોર્મન્સ પર જોર આપવામાં આવ્યુ છે.
11:03 AM
આજે દુનિયા ભવિષ્યમાં ઝડપથી બદલાતી નોકરી, નેચર ઓફ વર્ક વિશે ચર્ચા કરી રહી છે. આ પૉલિસી દેશના યુવાનોને ભવિષ્યની જરૂરિયાતો મુજબ નૉલેજ અને સ્કિલ, બંને મોરચે તૈયાર કરશેઃ પીએમ મોદી
11:00 AM
પીએમે કહ્યુ કે ગામમાં કોઈ શિક્ષક હોય કે પછી મોટા મોટા શિક્ષણ વિદ, બધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પોતાની શિક્ષણ નીતિ લાગી રહી છે. બધાના મનમાં એક જ ભાવના છે કે પહેલાની શિક્ષણ નીતિમાં આ સુધારો તો હું જોવા માંગતો હતો. આ એક બહુ મોટુ કારણ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્વીકારતાનુ.
10:57 AM
શિક્ષણ નીતિથી જેટલા શિક્ષણ, માતાપિતા જોડાયેલા હશે, છાત્ર જોડાયેલા હશે એટલી જ તેની પ્રાસંગિકતા અને વ્યાપકતા બંને વધે છે. દેશના લાખો લોકોએ શહેરમાં રહેતા, ગામમાં રહેતા, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આા માટે પોતાનો ફીડબેક આપ્યા હતાઃ પીએમ મોદી
10:55 AM
સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે દેશની એસ્પીરેશનને પૂરુ કરવાનુ મહત્વપૂર્ણ માધ્યમ શિક્ષણ નીતિ અને શિક્ષણ વ્યવસ્થા હોય છે. શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર, રાજ્ય સરકાર, સ્થાનિક એકમ, બધા જોડાયેલા હોય છે પરંતુ એ પણ સાચુ છે કે શિક્ષણ નીતિમાં સરકાર, તેમની દખલ, તેમનો પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ.
10:53 AM
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 એકવીસમી સદીની પહેલી શિક્ષણ નીતિ છે જેને સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સ્તર બંનેે સુધારવા માટે લાવવામાં આવી છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 29 જુલાઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી હતી.
10:51 AM
આ સંમેલમમાં રાષ્ટ્રપતિ અને પીએમ ઉપરાંત બધા રાજ્યોના શિક્ષણ મંત્રી, રાજ્ય વિશ્વવિદ્યાલયોના કુલપિત અને અન્ય વરિષ્ઠ અધિકારી પણ શામેલ થશે.
10:50 AM
આ સંમેલનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વિસ્તારથી ચર્ચા થશે.
READ MORE

English summary
President kovind and pm modi to address on national education policy 2020 live update in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X