For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમા્ં ધામધૂમથી મનાવાઈ રહી છે જન્માષ્ટમી, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવી શુભકામના

આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમી ઘણી ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે દેશભરમાં અને દુનિયાભરના શ્રીકૃષ્ણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમી ઘણી ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે દેશભરમાં અને દુનિયાભરના શ્રીકૃષ્ણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ શુભ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વિટર પર લખ્યુ, 'જન્માષ્ટમીના અવસર પર બધા દેશવાસીઓને અભિનંદન અને શુભકામનાઓ. ભગવાન શ્રી કૃષ્ણએ નિષ્કામ કર્મ અર્થાત ફળની ઈચ્છા કર્યા વિના કર્મ કરવાનો સંદેશ આપ્યો છે. મારી કામના છે કે આ તહેવાર બધાના જીવનમાં હર્ષોલ્લાસ અને ઉમંગ લાવે.'

modi-kovind

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર લખ્યુ, 'બધા દેશવાસીઓને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ આપણા જીવનમાં હંમેશા ખુશીઓ અને સારુ સ્વાસ્થ્ય લાઈને આવે. જય શ્રીકૃષ્ણ.' વળી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જન્માષ્ટમી ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં મનાવી. અહીં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની આરતી પણ કરી. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ પણ ગોરખનાથ મંદિર પહોંચ્યા.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા લખ્યુ, 'તમને સહુને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ.' સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર લખ્યુ, 'તમને સહુને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.'

આ પણ વાંચોઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત વધુ બગડીઃ એમ્સના સૂત્રઆ પણ વાંચોઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત વધુ બગડીઃ એમ્સના સૂત્ર

English summary
President Kovind, PM Modi extend Janmashtami greetings to nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X