For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિએ 108 ભારતીયોને વિવિધ પદ્મ પુરસ્કારથી સ્ન્માનિત કર્યા

|
Google Oneindia Gujarati News

shridevi-padmashri
નવી દિલ્હી, 5 એપ્રિલ : આજે શુક્રવાર, 5 એપ્રિલ, 2013ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નવી દિલ્હી ખાતે વર્ષ 2013 માટેના પદ્મ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ સમારંભમાં એનાયત કર્યા છે. આજે ભારત રત્ન એવોર્ડ કોઇને આપવામાં આવ્યો ન હતો. આજે કુલ 108 ભારતીય હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.

દેશના આ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ્સમાં પદ્મવિભૂષણ એવોર્ડ 4 નામાંકિત હસ્તીઓને આપવામાં આવ્યો છે. આ વ્યક્તિત્વોમાં દિલ્હીનાં વિખ્યાત ચિત્રકાર સૈયદ હૈદર રઝા, શિક્ષણ ક્ષેત્રમાં સારું યોગદાન આપનાર પ્રૉફેસર યશપાલ, કર્ણાટકનાં જાણીતા વૈજ્ઞાનિક રોદમ નરસિમ્હા અને ઓડિશાનાં પ્રખ્યાત શિલ્પકાર મોહપાત્રનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભારત સરકારે 24 વ્યક્તિઓનું પદ્મભૂષણ પુરસ્કારથી સન્માન કર્યું છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓમાં પીઢ ફિલ્મ અભિનેત્રી શર્મિલા ટાગોર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના(મરણોત્તર), કોમેડિયન અને ફિલ્મકાર જસપાલ ભટ્ટી(મરણોત્તર), શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ અબ્દુલ રાશિદ ખાન, ઉદ્યોગપતિ અને ગોદરેજ ગ્રુપનાં માલિક અદી ગોદરેજ, લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા બોક્સર મેરી કોમ અને ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન અને ‘ધ વૉલ'નાં નામથી જાણીતા રાહુલ દ્રવિડ સમાવેશ થાય છે.

આ સિવાય 80 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી, નાના પાટેકર, રમેશ સિપ્પી, શાયર નિદા ફાઝલી, લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર પહેલવાન યોગેશ્વર દત્ત, લંડન ઓલિમ્પિક્સમાં નિશાનબાજીમાં સિલ્વર મેડલ જીતનાર વિજય કુમાર અને ફેશન ડિઝાઈનર રિતુ કુમારનો સમાવેશ થાય છે.

English summary
President of India give 108 Padma awards today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X