મોદીની રેલીમાં 'પ્રણવ-વિઘ્ન' ટળ્યો, રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં પરિવર્તન

પટણા/નવી દિલ્હી, 10 ઓક્ટોબર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને પટણા જવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે. અથવા તો એમ કહો કે પટણામાં 27 ઓક્ટોબરના રોજ યોજાનાર મોદીની રેલીમાં પ્રણવદા કોઇપણ પ્રકારની અડચણ ઉભી કરવા નથી માગતા. સીધી વાત કરીએ તો રાષ્ટ્રપતિ હવે 26 ઓક્ટોબરના રોજ સવારે પટણા જશે. અત્રે આઇઆઇટીના કોન્વોકેશનમાં હાજરી આપશે અને બે અન્ય કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ પાછા દિલ્હી આવી પહોંચશે. જ્યારે પહેલા તેમનો કાર્યક્રમ 27 ઓક્ટોબર સુધી પટણામાં રોકાવાનો હતો.

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આ સૂચના મળતા જ ભાજપા નેતાઓ અને સમર્થનમાં ખુશીની લહેર દોડી ગઇ છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારની નિંદ હરામ થઇ ગઇ છે. અસલમાં 27 ઓક્ટોબરના રોજ પટણામાં નરેન્દ્ર મોદીની રેલી યોજાવાની છે. રેલીના પગલે પટણા જિલ્લા પ્રશાસને મોદી સહિત ઘણા નેતાઓની સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવો પડશે. કહેવામાં આવી રહ્યું છે કે રેલીને રોકવા માટે નીતિશ સરકારે રાષ્ટ્રપતિને પણ એ જ દિવસે આમંત્રિત કરી દીધા.

pranav mukherjee
રાષ્ટ્રપતિના પૂર્વ કાર્યક્રમ અનુસાર તેમને 26 અને 27 તારીખે પટણામાં આયોજિત થનારા જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાનો હતો. જેના કારણે ભાજપા હાફળી ફાફળી બની ગઇ હતી, કારણ કે તે રાષ્ટ્રપતિના કાર્યક્રમને રોકી શકે તેમ ન્હોતી, માટે તેમણે નીતિશ સરકાર પર હુમલો કરી દીધો. આજે રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આ સૂચના મળતા જ ભાજપા નેતાઓ અને સમર્થનમાં ખુશીની લહેર દોડી ગઇ.

આ સમાચાર મળતાની સાથે જ નમો ચ્હાનું વેચાણ પણ વધી ગયું છે. ટીશર્ટ, કેપ, ઝંડા, પોસ્ટર, બેનર અને બીજી ઘણીબધી ચીજ વસ્તુઓ મોદીની રેલીને સફળ બનાવવા માટે બનાવવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X