For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુઃખાવાની ફરિયાદ, હોસ્પિટલમાં કરાયા ભરતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિને આર્મી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. દિલ્લી સ્થિત આરએન્ડઆર આર્મી હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુઃખાવાની ફરિયાદ હતી ત્યારબાદ તેમને અહીં લાવવામાં આવ્યા. તેમના બધા રૂટીન ચેકઅપ કરવામાં આવ્યા છે અને તે હાલમાં ડૉક્ટરોની એક ટીમના નિરીક્ષણ હેઠળ છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી.

Ram Nath Kovind

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 3 માર્ચના રોજ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. તેમણે ડૉક્ટરો, નર્સો અને આરોગ્યકર્મીઓનો સફળતાપૂર્વક વેક્સીનેશન અભિયાન ચલાવવા બદલ આભાર માન્યો હતો અને લોકોને વેક્સીન લગાવવા માટે અપીલ કરી હતી.

Weather: દિલ્લી-NCRમાં હવામાન સાફ, આ રાજ્યોમાં વરસાદ સંભવWeather: દિલ્લી-NCRમાં હવામાન સાફ, આ રાજ્યોમાં વરસાદ સંભવ

English summary
President Ram Nath Kovind admit in Army hospital after chest pain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X