રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ ગણેશ ચતુર્થીની દેશવાસીઓને આપી શુભકામનાઓ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.

નવી દિલ્લીઃ આજે આખો દેશ ગણેશ ચતુર્થી મનાવી રહ્યો છે. આ પર્વ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપીને ટ્વિટ કર્યુ કે ગણપતિ બાપ્પા મોરયા! ગણેશ ચતુર્થીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મારી કામના છે કે કોવિડ-19ના સામે કરવામાં આવી રહેલ આપણા પ્રયાસોને વિઘ્નહર્તા ગણેશ સફળ બનાવે અને બધાને સુખ તેમજ શાંતિ આપે. આવો, આપણે સૌ કોવિડ-અનુકૂળ વ્યવહાર કરીને આ તહેવાર મનાવીએ.

pm

વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના આપી છે. પીએમ મોદીએ લખ્યુ કે તમને સૌને ગણેશ ચતુર્થીની મંગળકામનાઓ. આ પવિત્ર અવસર પર કોઈના જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને આરોગ્ય લઈને આવે. ગણપતિ બાપ્પા મોરયા! ગૃહમંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થીની દેશવાસીઓને શુભકામનાઓ આપીને લખ્યુ કે સમસ્ત દેશવાસીઓને શ્રીગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.

તમને જણાવી દઈએ કે 10 દિવસ સુધી ચાલનારા ગણેશ ચતુર્થી ઉત્સવ કોવિડ-19 પ્રતિબંધો અને પ્રોટોકૉલ વચ્ચે ધામધૂમ સાથે મનાવવામાં આવશે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિશેષજ્ઞોએ સમારંભ પ્રત્યો સાવધાની રાખવાનો લોકોને આગ્રહ કર્યો છે. ગયા વર્ષે પણ કોવિડ-19 મહામારીના કારણે દેશના ઘણા ભાગોમાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X