એઈમ્સ રિફર કરવામાં આવ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ આર્મી હોસ્પિટલમાં થયા હતા ભરતી

દિલ્લીની આર્મી હોસ્પિટલમાં ભરતી થયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એઈમ્સ રિફર કરવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ તબિયત બગડ્યા બાદ દિલ્લીની આર્મી હોસ્પિટલમાં ભરતી થયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એઈમ્સ રિફર કરવામાં આવ્યા છે. આર્મી હોસ્પિટલ તરફથી શનિવારે આ માહિતી આપવામાં આવી છે. આર્મી હોસ્પિટલ તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિની હાલત સ્થિર છે પરંતુ તેમનુ બીજુ અમુક ચેકઅપ કરવાનુ છે માટે તેમને એઈમ્સ રિફર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે છાતીમાં ફરિયાદ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દિલ્લીની આર્મી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

Ram Nath Kovind

શુક્રવારે હોસ્પિટલે હેલ્થ બુલેટીન જાહેર કરીને કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેમને અહીં લાવવામાં આવ્યા. તેમના બધા રૂટીન ચેકઅપ કરવામાં આવ્યા છે, તેમના હાલત સ્થિર છે અને ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિની તબિયત વિશે માહિતી લીધી હતી. પીએમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. એવામાં પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના દીકરી સાથે ફોન પર વાત કરીને તેમની તબિયત માહિતી લીધી અને તેના સારા આરોગ્યની કામના કરી.

તમને જણાવી દઈએ કે શુક્રવારે અચાનક જ રાષ્ટ્રપતિની તબિયત ખરાબ થઈ હતી. ગુરુવારે તેમણે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમની તબિયત સારી હતી. શુક્રવારે તેમને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X