For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેસિ઼ેન્ટ રામનાથ કોવિંદ કરાવશે કોરોનાવાઈરસનો ટેસ્ટ

પ્રેસિ઼ેન્ટ રામનાથ કોવિંદ કરાવશે કોરોનાવાઈરસનો ટેસ્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના ખતરાની વચ્ચે જેવી રીતે બૉલીવુડ સિંગર કનિકા કપૂર લખનઉમાં એક પાર્ટીમાં સામેલ થઈ હતી તે બાદ એવા તમામ લોકોને આ વાઈરસનો ખતરો વધી ગયો છે જે લોકો આ પાર્ટીમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે આ પાર્ટીમાં ભાજપ સાંસદ દુષ્યંત કુમાર સહિત કેટલાય નેતા સામેલ થયા હતા, જેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી હતી આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાનો કોરોનાવાઈરસનો ટેસ્ટ કરાવવાનો ફેસલો લીધો છે. કોરોનાવાઈરસને લઈ જાહેર કરવામાં આવેલ દિશા નિર્દેશ અંતર્ગત રાષ્ટ્રપતિએ ખુદનું કોરોનાવાઈરસ્કના સંક્રમણનું ટેસ્ટ કરવાનો ફેસલો લીધો છે.

કેટલાય નેતા પાર્ટીમાં સામેલ થયા

કેટલાય નેતા પાર્ટીમાં સામેલ થયા

જાણકારી મુજબ લખનઉમાં કનિકા ત્રણ પાર્ટીઓમાં સામેલ થઈ. તે તાજ હોટલના એક કાર્યક્રમમાં પણ હાજરી આપવા પહોંચી હતી. લખનઉમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીય મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપના સાંસદ દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, જિતન પ્રસાદ, આદેશ સેઠ સહિત કેટલાય અન્ય નેતા અને ગણમાન્ય સામેલ હતા. કનિકાના સેમ્પલ પોજિટિવ આવ્યા બાદ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી પ્રતાપ સિંહે ખુદને આઈસોલેશનમાં રાખી દીધા છે.

પિતા બોલ્યા3-4 પાર્ટીમાં ગઈ હતી દીકરી

પિતા બોલ્યા3-4 પાર્ટીમાં ગઈ હતી દીકરી

કનિકા કપૂરના પિતા રાજીવ કપૂરે કહ્યું કે કનિકા લંડનથી પાછી ફરી બાદમાં 3-4 પાર્ટીમાં ગઈ હતી, જેમા 300-400 લોકોએ હાજરી આપી હતી. કનિકાના પિતાએ કહ્યું કે તેમના આખા પરિવારનો ટેસ્ટ થશે. જણાવી દઈએ કે કનિકાના પરિવારમાં કુલ 6 લોકો છે અને બધાનો ટેસ્ટ થશે. પરિવારના સંપર્કમાં જે કોઈપણ આવ્યા છે તેમણે બધાએ પોતાના ટેસ્ટ કરાવી લેવાની કનિકાના પરિવારે અપીલ કરી છે. જ્યારે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે કનિકાના પિતા, મા, દાદી અને ઘરમાં કામ કરતા ઘરે જ રહે, પ્રશાસન અહીં તેમનું ઘર અને બિલ્ડિંગ સેનિટાઈઝ કરી રહ્યું છે.

કનિકાનું શું કહેવું છે

કનિકાનું શું કહેવું છે

જ્યારે કનિકાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે માત્ર 10-30 લોકોને જ મળી છે. કનિકાએ કહ્યું કે એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી, જ્યાં કેટલાક લોકો આવ્યા હતા. કનિકાએ આરોપ લગાવ્યો કે તે એક હોસ્પિટલમાં છે જ્યાં ખાવા-પીવાનું કંઈ જ નથી. અહીં ડૉક્ટરે મને ધમકી આપી છે. તેણે કહ્યું કે મેં મારા વિશે ઈન્ટરનેટમાં વાચ્યું કે હું એરપોર્ટથી ભાગીને આવી છું, અમે તમારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરશું. હું ડરેલી છું કે મારી સાથે શું થશે. આરોપ છે કે કનિકા એરપોર્ટથી છૂપાઈને નિકળી, જેના પર તેણે કહ્યું કે આખરે એવું કેવી રીતે બની શકે કે ભારતમાં કોઈ એરપોર્ટથી છૂપાઈને બહાર આવે, આખરે હું છૂપાઈને બહાર કેમ આવીશ. કનિકાએ જણાવ્યું કે એરપોર્ટ પર મારું આખું ચેકઅપ થયું, મેં આખું ફોર્મ ભરીને આપ્યું છે.

કનિકા કપૂરનુ જૂઠ આવ્યુ સામે, વીડિયોમાં ખુલી ખોટા દાવાઓની પોલકનિકા કપૂરનુ જૂઠ આવ્યુ સામે, વીડિયોમાં ખુલી ખોટા દાવાઓની પોલ

English summary
President Ram Nath Kovind to go for Coronavirus test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X