For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ ભારતના બધા નાગરિકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના બધા નાગરિકોને શુભકામનાઓ આપી છે. તેમણે કહ્યુ, 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે બધા સાથી નાગરિકોને શુભકામનાઓ. આપણા દેશમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં નવા કીર્તિમાન અને ઉપલબ્ધિઓ સ્થાપિત કરી રહી છે. આવો, આપણે સામૂહિક રીતે લૈંગિક ન્યાયને પ્રોત્સાહન આપવા અને મહિલા તેમજ પુરુષો વચ્ચે અસમાનતાને ખતમ કરવાનો સંકલ્પ લઈએ.'

PM-President

વળી, પીએમ મોદીએ પણ આ પ્રસંગે લોકોને શુભકામનાઓ આપી. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણી અદમ્ય નારી શક્તિને સલામ! ભારત આપણી રાષ્ટ્રની મહિલાઓની ઘણી ઉપલબ્ધિઓ પર ગર્વ કરે છે. ઘણા ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે કામ કરવાનો જે અમારી સરકારને મોકો મળ્યો, અમારા માટે તે સમ્માનની વાત છે.'

ભારત સહિત દેશ દુનિયાના તમામ ભાગોમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. આ દિવસે દેશમાં મહિલા સશક્તિકરણ માટે ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં એક નવુ મુકામ મેળવનાર મહિલાઓને સમ્માનિત પણ કરવામાં આવે છે.

ભારતમાં આજે દરેક ક્ષેત્રમાં પુરુષોને સમાન ઉભેલી જોવા મળે છે. પછી ભલે તે નીતા અંબાણી હોય કે બાયોકૉન એન્ડ સિંજીન કંપનીના માલિક કિરણ મજુમદાર શૉ હોય કે પછી રમતગમત જગતથી બબીતા ફોગાટ, મેરીકૉમ, સાઈના નહેવાલ કે પછી સાનિયા મિર્ઝા બધાએ ભારતનુ નામ દુનિયાભરમાં ઉંચુ કર્યુ છે. ભારતમાં નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે.

બજેટનુ બીજુ સત્ર આજથી, વિપક્ષ લાવી શકે છે સ્થગન પ્રસ્તાવબજેટનુ બીજુ સત્ર આજથી, વિપક્ષ લાવી શકે છે સ્થગન પ્રસ્તાવ

English summary
President Ramnath Kovind and PM Modi greet International Women's Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X