સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો મામલો, જનહીતની અરજી કરાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સહિત વિપક્ષની 19 પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષી દળોની માંગ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે જેમાં લોકસભા સચિવાલય અને કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા માટેના નિર્દેશોની માંગ કરવામાં આવી છે.

નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે તેવા સમયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. વિપક્ષ અને શાસક પક્ષો વચ્ચે દલીલબાજી ચાલુ છે.
હવે સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકીન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને કેન્દ્ર સરકારે "ભારતના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે." અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "સંસદ એ ભારતની સર્વોચ્ચ વિધાનસભ્ય સંસ્થા છે. સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો - લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે."
અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પાસે કોઈપણ ગૃહને બોલાવવાની અને તેને સ્થગિત કરવાની સત્તા છે. એમ પણ કહ્યું કે, "રાષ્ટ્રપતિ પાસે સંસદ અથવા લોકસભાને ભંગ કરવાની સત્તા છે."












Click it and Unblock the Notifications
