મનમોહન સિંહનો દેશને છેલ્લો સંદેશ, મોદીને આપી શુભેચ્છા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મે: વડાપ્રધાન મનમોહન સિંહે પોતાનું રાજીનામુ સોંપતા પહેલા દેશને સંબોધિત કર્યા અને જણાવ્યું કે દેશે મને ઘણુંબધું આપ્યું હવે મારે કંઇ નથી જોઇતું. લાંબા કાર્યકાળ બાદ વડાપ્રધાન મનમોહન સિંહ આજે પોતાનું પદ નરેન્દ્ર મોદીને સોંપી રહ્યા છે. જોકે તેમના ભાષણની સૌથી મહત્વની વાત એ રહી કે તેમણે જતા જતા પણ નવા પ્રમુખ નરેન્દ્ર મોદીનું નામ લેવું જરૂરી સમજ્યું નહીં.

પોતાની વિદાઇ સમયે તેમણે દેશને સંબોધિત કર્યા. આજે તેમના શબ્દોમાં ભાવુકતા નહી, આશા હતી. અવાજમાં અફસોસ નહીં, મજબૂતી હતી. તેમણે નવી સરકારને શુભકામનાઓ આપતા દેશની આશા વ્યક્ત કરી હતી.

લગભગ 15 મિનિટના ભાષણમાં તેમણે કાર્યકાળનું સંક્ષિપ્ત અનુભવનો ઉલ્લેખ કર્યો. સ્લાઇડરમાં જુઓ મનમોહન સિંહે પોતાના છેલ્લા સંદેશમાં શું કહ્યું...

પીએમનો છેલ્લો સંદેશ

પીએમનો છેલ્લો સંદેશ

દેશના વડાપ્રધાન પદ પર રહીને મને ઘણું મળ્યું હવે મારે બીજું કંઇ નથી જોઇતું.

કાર્યાલય યાદ આવશે

કાર્યાલય યાદ આવશે

કાર્યાલય છોડ્યા બાદ અહીંની યાદો હંમેશા મારી સાથે રહેશે.

મારું સૌભાગ્ય

મારું સૌભાગ્ય

દેશના સારા અને મુશ્કેલ સમયમાં મને દેશહિતમાં નિર્ણય લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

મને વિશ્વાસ છે

મને વિશ્વાસ છે

મને વિશ્વાસ છે કે નવોદિત વડાપ્રધાન દેશને પ્રગતિના નવા માર્ગ પર લઇ જશે.

રાષ્ટ્ર માટે સમર્પિત રહીશ

રાષ્ટ્ર માટે સમર્પિત રહીશ

મારો ઉદ્દેશ્ય દેશ સેવાનો હતો, છે અને રહેશે. હું હંમેશા પોતાના રાષ્ટ્ર માટે સમર્પિત રહીશ.

મોદીને ધન્યવાદ

મોદીને ધન્યવાદ

હું નરેન્દ્ર મોદીનું ધન્યવાદ કરું છું. જનતા દેશ હિતની આશાની સાથે પોતાનો નેતા ચૂંટે છે.

મનમોહન સિંહે આશા વ્યક્ત કરી

મનમોહન સિંહે આશા વ્યક્ત કરી

મને સંપૂર્ણ આશા છે કે ભારત આવનાર સમયમાં નવા નેતૃત્વના દમ પર મહાશક્તિ બનીને ઉભરશે.

દેશનો આભારી છું

દેશનો આભારી છું

હું આભારી છું કે વડાપ્રધાન તરીકે મને દેશે 10 વર્ષ આપ્યા.

English summary
Prime Minister Manmohan Singh has addressed the nation just before resignation on May 17th. Here are the key points of his speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X