For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.ને આપવામાં આવ્યો છે જવાબ, આ માત્ર ગોળી ચલાવવાનો સમય: મોદી

|
Google Oneindia Gujarati News

pm
અમરાવતી, 10 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઝફાયર ઉલ્લંઘનને લઇને એક વાર ફરી પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પાકિસ્તાનને તેની કરતૂતોનો જડબાતોડ જવાબ મળી ગયો છે. સીમા પર હાજર ભારતીય જવાનોએ પાકિસ્તાનને જોરદાર જવાબ આપીને તેનું મોઢું બંધ કરી દીધું છે. પાકિસ્તાનને મો પર તમાચો ખાવો પડ્યો છે હવે તે આવી ભૂલ ક્યારેય નહીં કરે.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ બોર્ડર પર ફાયરિંગને લઇને નિવેદનબાજી કરી રહી છે. પરંતુ આ નિવેદનબાજીનો સમય નથી, ગોળી ચલાવવાનો સમય છે. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી અને હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જમ્મુ-કાશ્મીરની સરહદ અને નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની શહાદતને લઇને સવાલ ઊભા કર્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન ગોળીબારીમાં સેનાના જવાનો શહીદ થઇ રહ્યા છે અને મોદી ચૂપ બેઠા છે.

તેમણે સીમા પર પાકિસ્તાનની ફાયરિંગથી થયેલા નુકસાનની ભરપાઇ કરવાની પણ જાહેરાત કરી. તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર સરહદ પર પાકિસ્તાની ગોળીબારીના પીડિતોને વળતર આપશે. જેમણે ગામ છોડવું પડ્યું, તેમને પણ વળતળ મળશે. આજની રેલીમાં વડાપ્રધાન મોદીએ પોતાનું ગળુ ખરાબ હોવા છતાં લોકોને સંબોધિત કર્યા.

રેલી દરમિયાન મોદીએ ગળુ બેસી ગયું હોવા છતાં ખેડુતોના હિત માટે પગલું ભરવાની વાત કરી. તેમણે જણાવ્યું કે ખેડુતોને જો પાણી મળી જાય તો તેઓ માટીમાંથી સોનું પણ નીકાળી લાવે. રેલીમાં મોદીએ કોંગ્રેસ અને એનસીપી પર પણ પ્રહાર કર્યા અને જણાવ્યું કે જનતાના આશીર્વાદથી મહારાષ્ટ્રમાં પૂર્ણ બહુમતની સરકાર બનશે.

English summary
PM Modi attacks on pakistan while adressing rally in Amarawati. Now they wont dare to challenge india, said PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X