For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Defence Expo 2018 : પીએમ મોદીએ ચેન્નઇમાં કર્યું ઉદ્ધાટન

તમિલનાડુના ચેન્નઇ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપો 2018નું ઉદ્ધાટન કર્યું હતું.જાણો આ સમાચાર અંગે વધુ વિગતો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, તમિલનાડુના ચેન્નઇ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપો 2018નું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આશ્ચર્યની વાત છે કે 500થી વધુ ભારતીય કંપનીઓ અને 150 થી વધુ વિદેશી કંપનીઓ અહીં હાજર છે. 40 થી વધુ દેશોએ પોતાના આધિકારિક પ્રતિનિધિ મંડળ અહીં મોકલ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે શાંતિના પ્રતિ અમારી પ્રતિબદ્ધતા અમારા લોકો અને અમારા ક્ષેત્રની સુરક્ષા પ્રતિ પોતાની પ્રતિબદ્ઘતા સમાન છે. અને અમારી સેનાને સશસ્ત્ર રહે તે માટે આવશ્યક તમામ ઉપાયો કરવા તૈયાર છીએ. જેમાં રાજનૈતિક સ્વતંત્ર રક્ષા ઔદ્યોગિક પરિસરની સ્થાપના પણ સામેલ છે. નોંધનીય છે કે ગત 10 વર્ષોથી આ એક્સપો કરવામાં આવે છે. આ વર્ષે ડિફેન્સ એક્સપોની થીમ ભારત ઊભરતું ઉત્પાદન હબ.

modi

આ વખતે 150 આંતરાષ્ટ્રીય પ્રદર્શકો સહિત 670થી વધુ પ્રદર્શક આ ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવાના છે. આ એક્સપોમાં ભારતની અનેક પ્રમુખ કંપનીઓએ ભાગ લીધો છે. ટાટા, કલ્યાણી, ભારત ફોર્ઝ, મહિન્દ્રા, એમકેયૂ, ડીઆરડીઓ, એચએએલ, બીઇએલ, બીડીએલ, એમડીએલ, જીઆરએસઇ, જીએસએલ, એચએસએલ, આયુધ કારખાના સામેલ છે. ડિફેન્સ એક્સપો 2018માં ભાગ લેનાર પ્રમુખ આંતરાષ્ટ્રીય કંપનીઓમાં લોકહીડ માર્ટીન, બોઇંગ, એસએએબી, એરબસ, રાફેલ, યુનાઇટેડ શિપબિલ્ડિંગ, બીએઇ સિસ્ટમ્સ, સિબત, વાર્ટસિલા, રહોડ એન્ડ શ્વાર્ઝ જેવી કંપનીઓના નામ સામેલ છે. વડાપ્રધાન આ સાથે જ અડ્યાર સ્થિત કેન્સર સંસ્થાનની પણ મુલાકાત લીધી હતી

English summary
Prime Minister Narendra modi inauguration of Defence Expo 2018 in Chennai. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X