For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી બિમ્સટેક સમિટમાં ભાગ લેવા માટે નેપાળ રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય નેપાળ યાત્રા પર આજે રવાના થયા છે. તેઓ ત્યાં યોજાનાર 14 માં બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય નેપાળ યાત્રા પર આજે રવાના થયા છે. તેઓ ત્યાં યોજાનાર 14 માં બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે. આ સંમેલન નેપાળના કાઠમંડુમાં આયોજિત કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી બે ઓફ બંગાલ ઈનીશિએટીવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો ઓપરેશનની બેઠકમાં તમામ મુદ્દાઓ પર વાત કરશે. આ સમિટમાં આતંકવાદ, સુરક્ષાના વિવિધ પરિમાણો, ડ્રગ્ઝની હેરાફેરી, સાઈબર ક્રાઈમ, કારોબાર સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

pm modi

પીએમ મોદીની ચોથી નેપાળ યાત્રા

બે દિવસ ચાલનારી આ સમિટમાં સભ્ય દેશો એકબીજાના સહકારને વધુ સારા અને મજબૂત કરવા પર જોર આપશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની આ ચોથી નેપાળ યાત્રા છે. વર્ષ 2014 માં પીએમ બન્યા બાદ જ નરેન્દ્ર મોદી નેપાળ ગયા હતા. આ પહેલા 17 વર્ષ કોઈ પ્રધાનમંત્રી નેપાળ ગયુ નહોતુ. પીએમ મોદીની નેપાળ યાત્રાથી પહેલા જ કાઠમંડુ એરપોર્ટ પર બુલેટ પ્રૂફ ગાડી અને કમાન્ડોની એક ટોળી પહોંચી ચૂકી છે.

આ પણ વાંચોઃ સરકાર કાર્યકર્તાઓની ધરપકડ કરીને દેશમાં આતંક અને ડર ફેલાવી રહી છેઃ બસપાઆ પણ વાંચોઃ સરકાર કાર્યકર્તાઓની ધરપકડ કરીને દેશમાં આતંક અને ડર ફેલાવી રહી છેઃ બસપા

ઘણા મુદ્દાઓ પર થશે

સાત દેશોના બિમસ્ટેક જૂથમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ શામેલ છે. વિદેશ મંત્રાલય તરફથી આ સમિટ વિશે કહેવામાં આવ્યુ છે કે આ તમામ સભ્ય દેશો માટે આ સમિટ ઘણી મહત્વપૂર્ણ છે. ગોવામાં 2016 માં થયેલી બેઠકમાં આતંકવાદ મહત્વનો મુદ્દો હતો. આ વખતે આતંકવાદ સહિત આતંકવાદી સંગઠનોના નેટવર્કને કેવી રીતે ખતમ કરવામાં આવે તેના પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે આતંકને શરણ આપનારા દેશોની જવાબદારી નક્કી કરવા સાથે તેમની સામે કઠોર કાર્યવાહીની જરૂર છે.

આ પણ વાંચોઃ રાફેલ ડીલ પર જેટલીએ આપ્યા જવાબ, કહ્યુ- 'રાહુલ ગાંધી 7 વાર ખોટુ બોલ્યા'આ પણ વાંચોઃ રાફેલ ડીલ પર જેટલીએ આપ્યા જવાબ, કહ્યુ- 'રાહુલ ગાંધી 7 વાર ખોટુ બોલ્યા'

દ્વિપક્ષીય વાતચીત પણ થઈ શકે

માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી બિમ્સટેકમાં દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લઈ શકે છે. આજનો આખો દિવસ બિમ્સટેક જૂથના નેતાઓ બેઠક કરશે જ્યારે બપોરે સત્ર સમાપ્ત થઈ જશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભોજ થશે. જ્યારે 31 ઓગસ્ટે તમામ દેશો એકબીજા સાથે મુલાકાત અને બેઠક કરશે અને બપોરે બિમ્સટેકનું સમાપન થશે.

English summary
Prime Minister Narendra Modi leaves for a two-day visit to Nepal. He will participate in 4th BIMSTEC Summit in Kathmandu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X