ગોવામાં બંધબારણે થઇ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુટિનની મીટિંગ

Subscribe to Oneindia News

શનિવારે ગોવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિનની મુલાકાત થઇ. બંધબારણે થયેલી આ મુલાકાત બાદ બંને દેશોના નેતા સંયુક્ત નિવેદન જારી કરવાના છે.

modi-putin

' એક જૂનો દોસ્ત બે નવા દોસ્તથી બહેતર '

આ મુલાકાત દરમિયાન કુડાનકુલમની નવા યુનિટને મંજૂરી મળી ચૂકી છે. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિનની મુલાકાત બાદ પીએમ મોદીએ એક સંયુક્ત નિવેદન જારી કર્યુ છે. પીએમ મોદીએ પોતાના નિવેદનની શરુઆતમાં કહ્યું, ' એક જૂનો દોસ્ત બે નવા દોસ્તથી બહેતર હોય છે. '

Prime Minister Narendra Modi meets Russian President Vladimir Putin

બંનેની મુલાકાત દરમિયાન 6 સમજૂતી પર હસ્તાક્ષર થયા છે:

1. રશિયા સાથે 39,000 કરોડ રુપિયાની એસ-400 મિસાઇલ ડિફેંસને મંજૂરી.

2. રશિયા અને ભારત વચ્ચે ઉર્જા, ટ્રાફિક સ્માર્ટ સિટી સેક્ટરમાં મહત્વની સમજૂતી થઇ.

3. નાગપુર-સિકંદરાબાદ વચ્ચે રેલ્વેની સ્પીડ વધારવા પર કરાર થયા.

4. આંધ્રપ્રદેશ અને હરિયાણામાં સ્માર્ટ સિટી બનાવવા પર કરાર થયા.

5. બંને દેશો વચ્ચે ગેસ પાઇપલાઇન, શિક્ષા ટ્રેનિંગ પર સમજૂતી.

6. કુનડનકુલમ પ્લાંટના વિસ્તાર, કામોવ હેલીકૉપ્ટરના સંયુક્ત નિર્માણ પર સમજૂતી થઇ.

Prime Minister Narendra Modi meets Russian President Vladimir Putin

17 મુ રશિયા-ભારત સંમેલન

Prime Minister Narendra Modi meets Russian President Vladimir Putin

તમને જણાવી દઇએ કે બ્રિક્સ સંમેલન ઉપરાંત શનિવારથી જ ગોવામાં જ 17 માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનની પણ શરુઆત થઇ છે. આ સંમેલન અંતર્ગત જ્યાં એક વાર રશિયાના રાષ્ટ્રપતિ ભારત આવે છે તો ત્યારબાદ ભારતના પ્રધાનમંત્રી રશિયા જાય છે. આ સંમેલનની શરુઆત વર્ષ 2000 માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કરી હતી. અત્યાર સુધીમાં આવા 16 સંમેલન થઇ ચૂક્યા છે.

English summary
Prime Minister Narendra Modi meets Russian President Vladimir Putin.
Please Wait while comments are loading...