‘જે આગ તમારા દિલમાં છે તે આગ મારા દિલમાં પણ છે': પીએમ મોદી
પીએમ મોદીએ શહીદોમાં શામેલ બિહારના જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે જે આગ લોકોના દિલમાં છે તે જ આગ તેમના દિલમાં પણ છે.
પીએમ નરેન્દ્ર મોદા બિહારના બરોનીમાં જિલ્લામાં વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા. પીએમ મોદીએ રેલીમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે તે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશના લોકોનું દુઃખ અને ગુસ્સો સમજે છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. તેમણે શહીદોમાં શામેલ બિહારના જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે જે આગ લોકોના દિલમાં છે તે જ આગ તેમના દિલમાં પણ છે. પીએમે રવિવારે 13,365 કરોડની કિંમતથી બનનારી પટનામાં મેટ્રો રેલ પરિયોજનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત તેમણે લગભગ એક ડઝન અન્ય યોજનાઓનું પણ ઉદઘાટન કર્યુ.

પીએમે પુલવામા હુમલામાં શહીદ થયેલા પટનાના શહીદ સંજય કુમાર સિન્હા ભાગલપુર રતનકુમાર ઠાકુરને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. શહીદોના પરિવારો સાથે તેમની પૂરી સંવેદના છે. પીએમે કહ્યુ કે હું અનુભવ કરી શકુ છે કે તમારા અને દેશવાસીઓના દિલમાં કેટલી આગ છે... જે આગ તમારા દિલમાં છે તે જ આગ મારા દિલમાં છે. પીએમ જનનાયક કર્પૂરી ઠાકુર અને બેગુસરાયના સાંસદ રહેલા ભોલા ઠાકુરને પણ યાદ કર્યા. બિહાર વિકાસનો શુભારંભ કરીને પીએમ મોદીએ કહ્યુ કે બરોનીમાં જે ફર્ટિલાઈઝનનું કારખાનુ ફરીથી ચાલુ કરવામાં આવી રહ્યુ છે તેને ગેસ ઉપલબ્ધ થશે. પટનામાં પાઈપના માધ્યમથી ગેસ આપવાનું કામ થશે. સીએનજીથા ગાડીઓ ચાલી શકશે. હજારો પરિવારોને હવે પાઈપવાળો ગેસ મળવાનો છે.
પીએમ મોદીએ કહ્યુ કે અમારી સરકાર દ્વારા કનેક્ટિવિટી પર પણ વિશેષ બળ આપવામાં આવી રહ્યુ છે. આજે અહીંથી રાંચી-પટના સાપ્તાહિક એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ ઉપરાંત બરોની-કુમેદપુર, મુઝફ્ફરપુર-રક્સૌલ, ફતુહા-ઈસ્લામપુર, બિહરશરીફ-દનિયાવાં, રેલવે લાઈનોનું વિજળીકરણનું કામ પૂરુ થઈ ચૂક્યુ છે. હું પટનાવાસીઓને અભિનંદન આપુ છુ કારણકે પાટલિપુત્ર હવે મેટ્રો રેલ સાથે જોડાવાનું છે. 13 હજાર કરોડ રૂપિયાની આ યોજનાને વર્તમાન સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી રહી છે. આ મેટ્રો પોજેક્ટ ઝડપથી વિકસિત થઈ રહેલા પટના શહેરને નવી ઝડપ આપશે.
પીએમ મોદીએ કહ્યુ કે એનડીએ સરકારની યોજનાઓનું વિઝન, બે પાટા પર છે. પહેલા પાટો છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી યોજનાઓ, ઔદ્યોગિક વિકાસ, લોકોને આધુનિક સુવિધાઓ. બીજા પાટા પર છે એ વંચિતો, શોષિતો, પીડિતોનું જીવન સરળ બનાવવુ જે છેલ્લા 70 વર્ષોથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે બિહારમાં આરોગ્ય સેવાઓની દ્રષ્ટથી આજે એક ઐતિહાસિક દિવસ છે. છપરા અને પૂર્ણયામાં હવે નવી મેડીકલ કોલેજો બનવાની છે. વળી, ભાગલપુર અને ગયાની મેડીકલ કોલેજોને અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બિહારમાં પટના એમ્સ ઉપરાંત વધુ એક એમ્સ બનાવવા પર કામ ચાલી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
