મોદીના વિદેશ પ્રવાસની ડાયરી ફૂલ, PMના વિદેશ કાર્યક્રમ પર એક નજર

નવી દિલ્હી, 7 જૂન: સત્તા સંભાળ્યાના માત્ર બે અઠવાડીયામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ યાત્રા કાર્યક્રમોની ડાયરી ખૂબ જ ભરાઇ ગઇ છે. આવનારા છ મહીના દરમિયાન મોદીએ ભૂતાન, બ્રાઝીલ, જાપાન, અમેરિકા સહિત 12 જેટાલા દેશોની યાત્રા કરવાની છે. વડાપ્રધાન આ મહિનાના અંતમાં ભૂતાન યાત્રાથી પોતાની વિદેશી યાત્રાની શરૂઆત કરશે. આમદની સાથે જ વિદેશ નીતિની પ્રાથમિકતા સ્પષ્ટ કરી ચૂકેલા મોદી સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત અમેરિકન યાત્રા પહેલા જુલાઇમાં જાપાન જશે.

મોદીની પ્રસ્તાવિત વિદેશ યાત્રાઓનું કેલેંન્ડર નવી સરકારની વિદેશ નીતિની પ્રાથમિકતાઓને પણ દર્શાવે છે. શપથગ્રહણ સમારંભમાં પડોશી દેશોના પ્રમુખોને આમંત્રણ આપ્યા બાદ મોદીએ પહેલા વિદેશ પ્રવાસ માટે ભૂતાનની પસંદગી કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ આની ખરાઇ કરી છે. જૂનથી નવેમ્બરની વચ્ચે મોદી મ્યાંનમાર અને નેપાળની યાત્રા પણ કરી લેશે. છેલ્લા 13 વર્ષોથી કોઇ ભારતીય વડાપ્રધાને નેપાળ યાત્રા નથી કરી. કાઠમાંડૂ નવેમ્બર 2014માં સાર્ક શિખર સમ્મેલનની યજમાની કરશે.

ચૂંટણી જીત્યા બાદ મોદીને ફોન કરીને વધામણી આપવામાં વિશ્વ નેતાઓમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પહેલી હરોળમાં હતા. તેમણે 17 મેના રોજ ફોન કરીને મોદીને શુભેચ્છાઓની સાથે જ અમેરિકા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. જ્યારે જાપાનના વડાપ્રધાને 20 મેના રોજ થયેલા ફોન સંવાદમાં મોદીને શુભેચ્છા સાથે જાપાન આવવાનું આમંત્રણ પાઠવ્યું. વડાપ્રધાન જુલાઇ મહિનામાં જાપાન યાત્રા કરવાના છે.

વિદેશ મંત્રાલય અનુસાર, અમેરિકા યાત્રા માટે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયાની તારીખો નક્કી કરવામાં આવી રહી છે. અમેરિકાના આગ્રહનું સન્માન કરતા ભારતીય લૉબી પણ મોદી-ઓબામા મુલાકાતને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ દ્વિપક્ષીય યાત્રા કાર્યક્રમ તરીકે નક્કી કરવામાં લાગી ગયા છે.

જોકે દ્વિપક્ષીય યાત્રાઓની સાથે જ બહુરાષ્ટ્રીય સમ્મેલનોમાં મોદીની ભાગીદારી માટેના આમંત્રણોની સૂચિ પણ લાંબી છે. આવતા મહિને બ્રાઝીલને ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકાની સાથે બનેલા બ્રિક્સ સમૂહના શિખર સમ્મેલનની યજમાની કરવાની છે. જુલાઇના મધ્યમાં યોજાનાર બ્રિક્સ સમ્મેલનની સાથે જ મોદી ત્યાં ભારત, બ્રાઝીલ, દક્ષિણ આફ્રીકાના ઇબ્સા સમૂહની બેઠકમાં પણ સામેલ થશે. ત્યારબાદ ઓક્ટોબરમાં પૂર્વ એશિયાઇ દેશો અને આસિયાન દેશોની શિખર બેઠકોની સાથે જ મોદીને ભારત-આસિયાન શિખર સમ્મેલન માટે પણ હાજર રહેવું પડશે. નવેમ્બરમાં જી-20 ઓસ્ટ્રેલિયામાં યોજાનાર જી-20 શિખર સમ્મેલનમાં પણ ભારતીય વડાપ્રધાનની હાજરી અપેક્ષીત છે.

મોદીની વિદેશયાત્રા કાર્યક્રમ પર કરો એક નજર...

જૂન મહિનાના અંતમાં ભૂતાન

જૂન મહિનાના અંતમાં ભૂતાન

શપથગ્રહણ સમારંભમાં પડોશી દેશોના પ્રમુખોને આમંત્રણ આપ્યા બાદ મોદીએ પહેલા વિદેશ પ્રવાસ માટે ભૂતાનની પસંદગી કરી. વડાપ્રધાન આ મહિનાના અંતમાં ભૂતાન યાત્રાથી પોતાની વિદેશી યાત્રાની શરૂઆત કરશે.

મ્યાંનમાર અને નેપાળ

મ્યાંનમાર અને નેપાળ

જૂનથી નવેમ્બરની વચ્ચે મોદી મ્યાંનમાર અને નેપાળની યાત્રા પણ કરી લેશે. છેલ્લા 13 વર્ષોથી કોઇ ભારતીય વડાપ્રધાને નેપાળ યાત્રા નથી કરી. કાઠમાંડૂ નવેમ્બર 2014માં સાર્ક શિખર સમ્મેલનની યજમાની કરશે.

જુલાઇમાં જાપાન

જુલાઇમાં જાપાન

જાપાનના વડાપ્રધાને 20 મેના રોજ થયેલા ફોન સંવાદમાં મોદીને શુભેચ્છા સાથે જાપાન આવવાનું આમંત્રણ પાઠવ્યું. વડાપ્રધાન જુલાઇ મહિનામાં જાપાન યાત્રા કરવાના છે.

સપ્ટેમ્બરમાં અમેરિકા

સપ્ટેમ્બરમાં અમેરિકા

અમેરિકા યાત્રા માટે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયાની તારીખો નક્કી કરવામાં આવી રહી છે. અમેરિકાના આગ્રહનું સન્માન કરતા ભારતીય લૉબી પણ મોદી-ઓબામા મુલાકાતને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ દ્વિપક્ષીય યાત્રા કાર્યક્રમ તરીકે નક્કી કરવામાં લાગી ગયા છે.

બ્રિક્સ અને ઇબ્સા

બ્રિક્સ અને ઇબ્સા

દ્વિપક્ષીય યાત્રાઓની સાથે જ બહુરાષ્ટ્રીય સમ્મેલનોમાં મોદીની ભાગીદારી માટેના આમંત્રણોની સૂચિ પણ લાંબી છે. આવતા મહિને બ્રાઝીલને ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકાની સાથે બનેલા બ્રિક્સ સમૂહના શિખર સમ્મેલનની યજમાની કરવાની છે. જુલાઇના મધ્યમાં યોજાનાર બ્રિક્સ સમ્મેલનની સાથે જ મોદી ત્યાં ભારત, બ્રાઝીલ, દક્ષિણ આફ્રીકાના ઇબ્સા સમૂહની બેઠકમાં પણ સામેલ થશે.

 ભારત-આસિયાન શિખર સમ્મેલન

ભારત-આસિયાન શિખર સમ્મેલન

ઓક્ટોબરમાં પૂર્વ એશિયાઇ દેશો અને આસિયાન દેશોની શિખર બેઠકોની સાથે જ મોદીને ભારત-આસિયાન શિખર સમ્મેલન માટે પણ હાજર રહેવું પડશે.

જી-20 શિખર સમ્મેલન

જી-20 શિખર સમ્મેલન

નવેમ્બરમાં જી-20 ઓસ્ટ્રેલિયામાં યોજાનાર જી-20 શિખર સમ્મેલનમાં પણ ભારતીય વડાપ્રધાનની હાજરી અપેક્ષીત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X