For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખી થયા પીએમ મોદી, ટ્વીટ કરીને કહી આ વાત

સુષ્મા સ્વરાજના નિધનથી દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર ટ્વીટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. હાર્ટ એટેક બાદ સુષ્મા સ્વરાજને દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. એમ્સમાં ભરતી કરતી વખતે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સુષ્મા સ્વરાજના નિધનથી દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર ટ્વીટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે સુષ્મા સ્વરાજના નિધનથી ભારતીય રાજકારણનો એક મહાન અધ્યાય સમાપ્ત થઈ ગયો.

કરોડો લોકો માટે પ્રેરણા હતા સુષ્મા સ્વરાજ

કરોડો લોકો માટે પ્રેરણા હતા સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ, ‘ભારતીય રાજકારણમાં આજે એક મહાન અધ્યાય સમાપ્ત થઈ ગયો. ભારત પોતાની એ અસાધારણ નેતાના નિધન પર શોક વ્યક્ત કરે છે જેમણે પોતાનુ જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યુ. સુષ્મા સ્વરાજજી કરોડો લોકો માટે પ્રેરણા હતા.'

દ્વીપક્ષીય સંબંધોમાં મહત્વની ભૂમિકા નિભાવી

દ્વીપક્ષીય સંબંધોમાં મહત્વની ભૂમિકા નિભાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક ટ્વીટ કરીને કહ્યુ, ‘સુષ્માજીનુ નિધન ખાનગી ક્ષતિ છે. તેમણે દેશ માટે જે કર્યુ તેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.' એક અન્ય ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યુ, ‘તે એક શાનદાર પ્રશાસક રહ્યા. સુષ્માજીએ જે કોઈ પણ મંત્રાલયનો પ્રભાર સંભાળ્યો ત્યાં તેમણે ઉંચા માનદંડ સ્થાપિત કર્યા. બીજા દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવામાં તેમણે મોટી ભૂમિકા નિભાવી. મંત્રી તરીકે અમે તેમની દયાભાવનાને ખૂબ જોઈ કે કેવી રીતે તેમણે બીજી દેશોમાં ફસાયેલા ભારતીયોની મદદ કરી.'

સુષ્મા સ્વરાજે નહોતી લડી લોકસભા ચૂંટણી

સુષ્મા સ્વરાજે નહોતી લડી લોકસભા ચૂંટણી

તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહેતા હતા અને વિદેશ મંત્રી તરીકે તેમણે ઘણા લોકોની સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ કરી હતી. સુષ્મા સ્વરાજ 2019માં લોકસભા ચૂંટણી લડ્યા નહોતા. તેમણે પત્ર લખીને પીએમ મોદીને નિવેદન કર્યુ હતુ કે કૃપા કરીને તેમને મંત્રી બનાવવામાં ન આવે. સુષ્મા સ્વરાજે લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરીને એક ઉદાહરણ રજૂ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ

English summary
Prime Minister Narendra Modi Tribute To Sushma Swaraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X