For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે મંજીતની બહેનોના લગ્ન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના બુલંદશહેરનો મંજીત એક પ્રાઇવેટ સ્કુલમાં ટીચર છે. તેની બે બહેનો છે અને બંને લગ્નના લાયક થઇ ગઇ છે. ઘરની આર્થિઅક સ્થિતી બરોબર નથી અને જમીન પણ એટલી નથી કે લગ્નનો ખર્ચ ઉઠાવી શકે. જો કે મંજીર નજર ઘણા મહીનાઓથી વડાપ્રધાન કાર્યાલય તરફ મંડારાઇ રહી હતી, જ્યાંથી હવે મદદની આશા જાગી છે.

કહેવામાં આવે છે કે થોડા મહિના પહેલાં મંજીતે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો હતો અને આર્થિક મદદની અપીલ કરી હતી. ચિઠ્ઠીમાં મંજીતે લખ્યું કે તેને આર્થિક મદદની જરૂરિયાત છે કારણ કે તેને પોતાની બે બહેનોના લગ્ન કરવા છે. આ પત્ર મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન લખવામાં આવ્યો હતો, પરંતુ મહિના બાદ પીએમઓએ હવે આ ચિઠ્ઠી પર કાર્યવાહી શરૂ કરી. વડાપ્રધાન કાર્યાલયે ઉત્તર પ્રદેશ સરકારને મંજીલની કથળતી સ્થિતીની તપાસ કરવા માટે કહ્યું છે જેથી મદદની પ્રક્રિયા શરૂ કરી શકાય.

અનૂપશહેરના જટપુરા ગામમાં રહેનાર મંજીત કહે છે કે તેમણે વડાપ્રધાન કાર્યાલયને આ પત્ર ત્યારે લખ્યો હતો જ્યારે કેન્દ્રમાં યૂપીએ સરકાર હતી, પરંતુ કાર્યવાહી ત્યારે શરૂ થઇ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. બુલંદશહેરની ડીએમ કહે છે કે તેમણે પીએમઓમાંથી પત્ર મળ્યો છે અને તે મંજીતની દયનિય સ્થિતીની તપાસ કરાવી રહી છે.

narendra-modi6

વડાપ્રધાનને લખેલા પત્રમાં મંજીતે પરિવારને આર્થિક સ્થિતિ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. મંજીતે જણાવ્યું હતું કે તેના પિતા સુખપાલ બિમારીની સારવાર હરિયાણામાં કરાવી રહ્યાં છે. તેમની માતા સત્યવતી દેવી પણ બિમાર રહે છે. તે બે ભાઇ અને બે બહેનો છે. મંજીત સૌથી મોટો છે સવા વિધા જમીનમાં પોતાનો ગુજારો કરી રહ્યો છે. મહિનામાં 10-15 દિવસ દહાડી મજૂરી કરીને પોતાના પિતાની બિમારીની સારવારમાં કમાણી ખર્ચ થઇ જાય છે. બહેનોની વધતી ઉંમરથી કંટાળીને તેને પીએમને ચિઠ્ઠી લખીને પોતાની ગરીબીની હકિકત પરથી પડદો ઉઠાવ્યો છે. તેને આશા છે કે નરેન્દ્ર મોદી તેની બહેનો માટે દહેજનો સામાન જરૂર મોકલાવશે. મોટર સાઇકલથી લઇને તમામ ઘરેલૂ વસ્તુઓની યાદી મોકલી હતી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીએમઓમાંથી જિલ્લા વહીવટી તંત્રને પત્ર મળ્યો. પીએમઓ દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે જિલ્લા વહિવટી તંત્ર મંજીતની નબળી સ્થિતી જાણકારી એક અઠવાડિયામાં આપે.

પીએમની ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું કે મંજીતની કમાણીનું માધ્યમ શું છે, તેના વિશે પણ જણાવવા માટે કહ્યું છે. જિલ્લાધિકારી બી.ચંદ્રકલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલયમાંથી મોકલવામાં આવેલો પત્ર તેમને મળી ગયો છે અને સલેમપુર ક્ષેત્રના જટપુરા ગામ નિવાસી મનજીત નામક વ્યક્તિની આર્થિક સ્થિતિ વિશે જાણકારી માંગી છે. કેસની તપાસ માટે જિલ્લા વહિવટી તંત્રના ત્રણ અધિકારીઓને લગાવવામાં આવ્યા છે.

મનજીતે જણાવ્યું હતું કે જટપુરામાં ખખડધજ મકાનમાં પોતાની માતા અને બે યુવાન બહેનો સાથે રહે છે. અને વારસામાં તેને સવા વીઘા જમીન મળી છે. માતા પણ લોકોના ઘરમાં કામ કરીને ભરણપોષણ કરે છે. જણાવવામાં આવ્યું છે કે આખો પરિવાર નબળી આર્થિક સ્થિતીનો શિકાર છે. એવામાં બે બહેનોના લગ્ન કરવા તેમના ગજા બારની વાત છે. તેને આશા છે કે વડાપ્રધાન તેની મદદ કરશે.

English summary
The Prime Minister's Office (PMO) has sought details of UP resident Manjeet Sen's financial condition a year after he wrote a letter to the PMO for monetary assistance for the marriage of his two younger sisters, a newspaper said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X