For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMનો જનતાનેે ખુલ્લો પત્ર, વાંચો શું લખ્યું છે મોદીએ આપના માટે

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી સરકારને આજે એક વર્ષ પુરુ થયું છે. મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના એક વર્ષ પુરા થવાની પૂર્વસંધ્યાએ મથુરા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારના દસ વર્ષના શાસન સાથે તેમના એક વર્ષના શાસનની તુલના કરી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની વિવિધ ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી.

આજના જ દિવસે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની ભાગડોર સંભાળી હતી, અને તેમના મંત્રીઓ સાથે શપથ લીધા હતા. આ માટે નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર આપને આજના દરેક અખબારના પ્રથમ પાને જોવા મળી જશે.

આવો એક નજર કરીએ નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં શું લખ્યું છે...

વિવિધ યોજનાઓ

વિવિધ યોજનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંત્યોદય માટે વિવિધ યોજનાઓ ગણાવી, જેને તેમની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારમુક્ત દેશ અને પારદર્શક રાજનીતિ

ભ્રષ્ટાચારમુક્ત દેશ અને પારદર્શક રાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં ભ્રષ્ટાચારમુક્ત દેશ અને પારદર્શક રાજનીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમની સરકાર કોલસા અને સ્પેક્ટ્રમના સાધનો મનગમતા લોકોને નહીં પણ હરાજીથી મળે છે.

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન

ત્યારબાદ વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાનની વાત કરી. મોદીએ લખ્યું છે કે તેમની સરકાર દ્વારા માતા-દીકરીઓને શૌચ માટે બહાર ના જવું પડે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

દેશને જોડવાનું કામ કર્યું

દેશને જોડવાનું કામ કર્યું

વડાપ્રધાને જણાવ્યું કે અમે ડિજિટલ ઇન્ડિયા અને ટીમ ઇન્ડિયા હેઠળ દેશને જોડાવનું કામ કર્યું છે.

તમારી સેવામાં સમર્પિત

તમારી સેવામાં સમર્પિત

મોદી લખે છે કે પહેલા વર્ષે જ દેશે ગુમાવેલો વિશ્વાસ પરત મેળવ્યો છે, મને આશા છે કે આપણે સાથે વિકાસ કાર્યોને આગળ ધપાવી શકીશું.

English summary
A year after he assumed office as the Prime Minister of India, Narendra Modi has written an open letter to the citizens of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X