તોફાનથી 40ના મોત, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યુ દુઃખ
દેશના ઘણા ભાગોમાં રવિવારે આવેલા આંધી તોફાનમાં 40 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, ઘણા લોકો ઘાયલ થયા છે. તોફાનની સૌથી વધુ અસર ઉત્તરપ્રદેશમાં થઈ છે જ્યાં 18 લોકોના મોત નીપજ્યા છે.
દેશના ઘણા ભાગોમાં રવિવારે આવેલા આંધી તોફાનમાં 40 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, ઘણા લોકો ઘાયલ થયા છે. તોફાનની સૌથી વધુ અસર ઉત્તરપ્રદેશમાં થઈ છે જ્યાં 18 લોકોના મોત નીપજ્યા છે. પશ્ચિમ બંગાળમાં તોફાનના કારણે 12 લોકોએ જીવા ગુમાવવા પડ્યા. આંધ્રપ્રદેશ અને રાજધાની દિલ્હીમાં પણ ઘણા લોકોના મૃત્યુના સમાચાર છે. આ મૃત્યુ પર દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. વળી, પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સંભવિત મદદ પહોંચાડવાનો ભરોસો આપ્યો છે.

પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, "દેશના કેટલાક ભાગોમાં તોફાનના કારણે થયેલા મોતથી હું દુઃખી છું. શોકગ્ર્રસ્ત પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છુ. અધિકારીઓને પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સંભવિત મદદ કરવા માટે કહેવામાં આવ્યુ છે."
President #RamNathKovind, Prime Minister #NarendraModi and #Congress chief #RahulGandhi condoled the deaths due to thunderstorms which struck in various parts of the country, claiming 29 lives and leaving scores of people injured
— ANI Digital (@ani_digital) May 13, 2018
Read @ANI Story | https://t.co/UmkbwuxBXR pic.twitter.com/e1c3djma49
મૃત્યુના સમાચાર સાંભળવા દુઃખની વાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યુ કે, "દેશના વિભિન્ન ભાગોમાં વરસાદ અને આંધીને કારણે થયેલા મોતના સમાચાર સાંભળવા દુઃખની વાત છે. તે લોકો માટે દુઃખ." તેમને જણાવી દઈએ કે તોફાનના કારણે રાજધાની દિલ્હીથી આવતી અને જતી ઘણી ફ્લાઈટોને રદ કરવી પડી. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈ) પર લગભગ 180 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ
તોફાનમાં માર્યા ગયેલા લોકો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યુ કે, "આંધ્રપ્રદેશ, તેલંગાના અને પશ્ચિમ બંગાળમાં વિજળી પડવાથી ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે. તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને શોકગ્રસ્ત પરિવારોને દરેક પ્રકારની સંભવિત મદદ કરવાનો આગ્રહ કરુ છુ."
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
