બિહાર: જેલમાં બંધ કેદીઓએ બોર્ડર પર લડવાની અનુમતિ માંગી
પુલવામાં આતંકી હુમલા પછી આખા દેશમાં ચારે તરફથી લોકો આતંકીઓ વિરુદ્ધ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે.
પુલવામાં આતંકી હુમલા પછી આખા દેશમાં ચારે તરફથી લોકો આતંકીઓ વિરુદ્ધ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને ખાસ લોકો પણ આતંકીઓની હરકતથી ગુસ્સામાં છે. આ કડીમાં બિહાર ગોપાલગંજ જેલમાં બંધ 200 કરતા પણ વધારે કેદીઓ જોડાઈ ગયા છે. તેમને પોતાની કમાણીના 50 હજાર રૂપિયા શહીદ પરિવારને દાન કર્યા છે.
આ પણ વાંચો: પુલવામા હુમલામાં શહીદ જવાનોના પરિવારોને નવું ઘર મળશે, SBI એ કરી આ મોટી જાહેરાત

જેલમાં બંધ કેદીઓએ પ્રશાશનને પત્ર લખ્યો
જેલમાં બંધ કેદીઓએ જેલ પ્રશાશનને એક પત્ર લખીને દેશની સીમા પર લડીને શહીદ થવાની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ કેદીઓએ પત્ર માં જેલ પ્રશાશનને માંગ કરી છે કે સીમા પર દુશ્મનો સાથે લડતા તેમની મૌત થવા પર તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે અને પાછા આવવા પર ફરી જેલમાં મોકલવામાં આવે. કેદીઓની દેશભક્તિ જોઈને જેલ પ્રશાશન પણ અવાક છે.

સીમા પર સેના સાથે દુશ્મનો સાથે લડવાની ઈચ્છા
ગોપાલગંજ બોર્ડ કારા જેલ અધીક્ષક સંદીપ કુમાર જણાવ્યું હતું કે જેલમાં બંધ 200 કેદીઓએ તેમને એક પત્ર આપ્યો છે, જેમાં તેમને દેશની સીમા પર જઈને સેના સાથે દુશ્મનો સાથે લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેની સાથે સાથે કેદીઓ ઘ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે જો તેઓ માર્યા જાય તો તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે અને જો તેઓ બચીને પાછા આવે તો તેમને જેલમાં મોકલવામાં આવે.

જેલ અધિક્ષકે કેદીઓના વખાણ કર્યા
જેલ અધિક્ષકે કેદીઓના વ્યવહાર પરિવર્તનના વખાણ કર્યા અને કેદીઓ ઘ્વારા જમા કરવામાં આવેલા રૂપિયા મિલિટરી રિલીફ ફંડમાં જમા કરાવી દીધા છે. એટલું જ નહીં પરંતુ જેલ અધિક્ષક સહીત જેલના બધા જ કર્મીઓએ પોતાના પગારથી પૈસા કાઢીને આર્મી રિલીફ ફંડમાં જમા કરાવ્યા છે.












Click it and Unblock the Notifications
